પાયાના કાર્યકરોએ કરેલી મહેનત સફળ થશે : દિલીપ બારડ
સુત્રાપાડા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે ભારે ઉત્સાહ અને ઉમંગ વચ્ચે રેકોર્ડબ્રેક 82.30 ટકા મતદાન નોંધાયું છે. આ ઐતિહાસિક મતદાનને પગલે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના શીર્ષ નેતૃત્વના આશીર્વાદ, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડની અથાગ મહેનતના પરિણામે સુત્રાપાડાની તમામ 24માંથી 24 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે તેવો મક્કમ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ચૂંટણીના આ જંગમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા નિર્ધારિત ’વિકાસની રાજનીતિ’ ને જનતાએ આવકારી છે. આ સાથે જ ગીર સોમનાથ જિલ્લા ભાજપની ટીમના સક્રિય સહયોગ અને વ્યૂહરચનાને કારણે સંગઠન વધુ મજબૂત બન્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડની દીર્ઘદ્રષ્ટિ અને જામનગર જિલ્લા પ્રભારી શ્રી દિલીપભાઈ બારડ દ્વારા કરવામાં આવેલા સતત પ્રવાસ અને કાર્યકરો સાથેના સંવાદે ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે.
દિલીપભાઈ બારડે જણાવ્યું હતું કે, “આ ઊંચું મતદાન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપની ટીમ અને સુત્રાપાડાના પાયાના કાર્યકરોએ જે રીતે દિવસ-રાત મહેનત કરી છે, તેનું ફળ ભવ્ય વિજય સ્વરૂપે મળશે.”
સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા આ સફળતાનો શ્રેય શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન અને કાર્યકર્તાઓની શિસ્તબદ્ધ મહેનતને આપવામાં આવ્યો છે. 24 બેઠકો પર કમળ ખીલવાની સાથે સુત્રાપાડાના વિકાસને નવી ગતિ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
