પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો : કોંગ્રેસ

LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી

દૃેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧ મે ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની િંકમતમાં ૯૯૩ રૂપિયાનો તોિંતગ વધારો ઝીંક્યો છે.
આ વધારા બાદૃ દિૃલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદૃ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.રાહુલ ગાંધીએ દૃાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદૃ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહૃાું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ૯૯૩ રૂપિયા વધી ગયા છે. એક દિૃવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ ગણાવ્યું છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વધુમાં લખ્યું છે કે, ‘ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ગેસ સિલિન્ડરની િંકમતમાં ૧૩૮૦ રૂપિયાનો વધારો થયો છે. એટલે કે માત્ર ત્રણ મહિનામાં િંકમત ૮૧ ટકા વધારાઈ છે. આ વધારાની અસર ચાની દૃુકાન, હોટલ, બેકરી અને મિઠાઈ સહિતની દૃુકાનો પર પડશે. આ જ કારણે સામાન્ય લોકોનું ભોજન મોંઘી થઈ જશે. ગેસ બાદૃ પેટ્રોલ-ડીઝલની િંકમતોમાં વધારો થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ