મે મહિનામાં તાપમાન ૫૫ વર્ષનો રેકોર્ડ તોડશે:હવામાન વિભાગ
આમ તો મે મહિનાનું નામ સાંભળતા મનમાં બાળી નાખે તેવી ગરમી, રસ્તા પર સન્નાટો અને આકાશમાંથી વરસતી આગની તસવીરો સામે આવે, પણ વર્ષ ૨૦૨૬ની આ ગરમી પોતાની પરંપરા તોડવાના મૂડમાં છે. ભારતીય હવામાન વિભાગના આંકડાએ એક એવી કહાની લખી દૃીધી છે, જે દૃાયકાઓના રેકોર્ડને પડકાર આપી રહી છે. જ્યાં ૧૯૭૧થી ૨૦૨૦ સુધી છેલ્લા ૫૫ વર્ષનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે મેમાં સરેરાશ ૬૧.૪ મિમી વરસાદૃ થાય છે. વળી આ વખતે વાદૃળોએ પોતાની ચાલ બદૃલી લીધી છે. આ વર્ષે આકાશમાંથી ખાલી સૂરજ આગ જ નહીં વરસાવે, પણ ગર્જના અને વીજળીના કડાકાથી સામાન્યથી ૧૧૦ ટકા વધારે વરસાદૃના અણસાર લઈને આવી રહૃાું છે.
આ ખાલી એક મૌસમી બદૃલાવ નથી, પણ પ્રકૃતિનું એ નાટકીય વળાંક છે, જ્યાં પશ્ર્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બેંસ અને અરબ સાગરનો ભેજ મળીને તપતી ધરતીને મેની ઠંડકનો અહેસાસ કરાવવાની તૈયારીમાં છે. જ્યારે અલ નીનો જેવા દૃૈત્ય પ્રશાંત મહાસાગરમાં ધામા નાખી રહૃાા છે, ત્યારે ભારતીય આકાશમાં ગર્જતા આ વાદૃળ ભવિષ્યના ચોમાસાની એક રહસ્યમય પટકથા તૈયાર કરી રહૃાા છે.
ભારતીય હવામાન વિભાગના તાજા પૂર્વાનુમાન અનુસાર, મેનો મહિનો દૃેશના મોટા ભાગમાં રાહત અને પડકારથી ભરેલો રહેશે. એક તરફ જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બેંસના કારણે વરસાદૃની વધારે સંભાવના છે, ત્યાં બીજી તરફ અમુક રાજ્યોમાં સામાન્યથી વધારે હીટવેવનો સામનો કરવો પડી શકે છે.
