સૈન્ય ઠેકાણાઓની અસલી તસવીરો દૃુનિયા સામે આવે તો અમેરિકાની મહાસત્તા તરીકેની છબીને ઊંડો આઘાત લાગી શકે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ટ્રમ્પ પ્રશાસનની ભારે ફજેતી કરનારો એક સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. ઈરાનના હુમલામાં અમેરિકાના સૈન્ય મથકોને થયેલા ભારે નુકસાનની વિગતો દૃુનિયાથી છુપાવવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે ખાનગી સેટેલાઇટ કંપનીઓ સામે હાથ જોડવા પડ્યા હોવાનું સામે આવ્યું છે.
અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોનને ડર હતો કે જો હુમલામાં પાયમાલ થયેલા સૈન્ય ઠેકાણાઓની અસલી તસવીરો દૃુનિયા સામે આવશે, તો અમેરિકાની મહાસત્તા તરીકેની છબીને ઊંડો આઘાત લાગશે. દૃુનિયાને ખબર પડી જશે કે ઈરાને અમેરિકાની અજેય ગણાતી સેનાને લાચાર બનાવી દૃીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનું જાહેર અપમાન થાય તેમ હતું.
આધુનિક યુગમાં મેક્સર અને પ્લેનેટ લેબ્સ જેવી ખાનગી કંપનીઓ અવકાશમાંથી કોઈપણ નુકસાનની સચોટ તસવીરો ખેંચી લે છે. આ અહેવાલ મુજબ અમેરિકાની દિૃગ્ગજ સેટેલાઇટ કંપની પ્લેનેટ લેબ્સ એ ઈરાન અને મધ્ય-પૂર્વના સંઘર્ષવાળા વિસ્તારોની તસવીરો જાહેર કરવા પર અચોક્કસ મુદૃત માટે પ્રતિબંધ મૂકી દૃીધો છે. કંપનીએ આ પગલું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી ખાસ વિનંતી બાદૃ ઉઠાવ્યું છે. અગાઉ તસવીરોમાં ૯૬ કલાક અને બાદૃમાં ૧૪ દિૃવસનો વિલંબ રાખવાનો નિયમ હતો, જેને હવે વધારીને અચોક્કસ મુદૃતનો કરી દૃેવાયો છે.
આ સમગ્ર કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દૃુશ્મન દૃેશો આ તસવીરોનો ઉપયોગ અમેરિકા અને તેના સહયોગીઓ પર વધુ હુમલા કરવા માટે ન કરી શકે. સાથે જ, અમેરિકી જનતા અને વૈશ્ર્વિક સમુદૃાયમાં પોતાની નબળાઈનો સંદૃેશ ન જાય તે માટે આ પુરાવાઓ છુપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
