સુરેન્દ્રનગરમાં રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા. 31.30 લાખના મુદ્દામાલની ચોરી

બે તસ્કરોને પોલીસે પકડ્યા : જુદી-જુદી 27 ચોરીની કબૂલાત કરી
સુરેન્દ્રનગર શહેરના ટાઉન વિસ્તારમાં આવેલા અંબિકા પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી ત્યારે આ અંગે મકાન માલિક બહારગામ ગયા હતા તે દરમિયાન મકાનના તાળા તોડી અને મકાનને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું અને મકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 31.30 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી ત્યારે આ અંગે અલગ અલગ 27 પ્રકારની વસ્તુની ચોરી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
આ અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અંગે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સીટી પોલીસની ટીમ અને અલગ અલગ ટીમોને કામે લગાવી અને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલ કરવા માટે અને પગલાં ભરવા માટે જિલ્લા પોલીસવડાએ આદેશ આપ્યા હતા આ અંગે નજીકના સીસીટીવી ફૂટેજ તેમજ વગેરે હુમન સોર્સની મદદથી શહેરી વિસ્તાર ચોરીની ઘટનાને અંજાર માપતા રવિ હકાભાઇ પાટડીયા અને સતિષભાઈ ઉર્ફે બોલો બટુકભાઈ વ્યાસની અટકાયત કરવામાં આવી હતી અને બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જેમાં રવિ હકાભાઇ પાટડીયા રહે મફતિયા પરા ટીબી હોસ્પિટલ પાછળ અને સતીશ ઉર્ફે ભોલો વ્યાસ રહે ફિરદો સોસાયટી બંનેની અટકાયત કરી લઈ અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી અલગ અલગ પૂછપરછ દરમ્યાન 27 જેટલી અલગ અલગ ચોરી કરેલી વસ્તુઓ મળી આવી હતી અને તેમના દ્વારા જ ઘર ફોડ ચોરીને અંજામ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ અંગે રવિ હકાભાઇ પાટડીયા ઉપર ચોટીલા મોરબી લીંબડી ગોંડલ અને જોરાવનગર પોલીસ સ્ટેશનમાં આઠ ગુના નોંધાયેલા છે અને સતીશ વ્યાસ ઉપર પણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઉપરમાં જ અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા છે. બંને ઇસમોની અટકાયત કરી લઈ અને કુલ 31.30 લાખ રૂપિયાના સોના ચાંદીના ઝવેરાત અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને ભોગ બનનાર મકાન માલિકોને આ તેમની મિલકત અને સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ પરત આપવામાં આવી છે ત્યારે ઘર ફોડ ચોરીની ઘટનાનો અનડિટેટ ગુનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સિટી પોલીસે ડિટેક્ટ કરી અને ચોરોને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ