નામચીન ખનીજ માફિયા જોગરાણા ઉર્ફે લાલા સામે કાર્યવાહી
ચોટીલાના સુપ્રસિદ્ધ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન ચામુંડા માતાજીના ડુંગરોની આસપાસની પંથકની ડુંગર પર્વતની હારમાળાઓમાં ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ સામે પ્રશાસને અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી ઉદાહરણીય કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમાં ચકચાર જગાવી છે.
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મધરાત્રે 2:00 વાગ્યાની આસપાસ કાંધાસર અને સાંગાણી વચ્ચેના વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડીને ખનીજ ચોરીનું મસમોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે.
ગેરકાયદે ખનનનું મસમોટું નેટવર્ક ધ્વસ્ત કર્યુ છે.કહેવાય છે. વાકચાતુર્ય અને નેટવર્ક ના જોરે પડદાં પાછળની ભૂમિકા ભજવનાર ખનીજ માફિયા દ્વારા લાંબા સમયથી પોલીસ અને તંત્રને હાથતાળી આપી નાસી જવામાં સફળ રહેનાર નાના પાળીયાદનો નામચીન ખનીજ માફિયા લાલા ભીમાભાઇ જોગરાણા આખરે કાયદાના શિકંજામાં આવ્યો છે. મળતીયાઓને ટેલીફોનીક વાતચીતમાં પોતાનું નામ ન બોલવા, અને ભાગી છુટવા તેમજ તેઓના ઉપર ગુનો લઈ લેવા માટે સમજાવટ કરતા હોવાના પુરાવાઓ મળી આવેલ છે. આરોપી દ્વારા ચામુંડા ડુંગરોમાં તાસનું ગેરકાયદેસર ખનન કરી કુદરતી સંપદાને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું.
દરોડા દરોડા દરમિયાન તંત્ર દ્વારા રૂા.દોઢ કરોડનો નો મુદામાલ જેમા એક ડમ્પર, એક હિટાચી એક્સકેવેટર મશીન, એક એક્સકેવેટર લઈ જવાનું કેરિયર (પાટલો) જપ્ત કરી મામલતદાર કચેરી, ચોટીલા ખાતે ખસેડ્યો છે.તેમજ વાહન માલિક લાલાભાઈ ભીમાભાઈ જોગરાણા ઉર્ફે લાલા સામે માત્ર ખનીજ ચોરી જ નહીં, પરંતુ સરકારી જમીન પચાવી પાડવા બદલ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને તડીપાર સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 હેઠળ ગુનો નોંધીને દાખલારૂપ પગલાં ભરવાની તૈયારી ચાલી રહી છે.
આસ્થા અને પર્યાવરણ સાથે ચેડાં નહીં ચલાવી લેવાય: તંત્ર
ચોટીલા ડુંગર અને તેની આસપાસનો કેટલોક ફોરેસ્ટ વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં, ખનીજ માફિયાઓ પોતાની મોડસ ઓપરેન્ડી દ્વારા આયોજનબદ્ધ પવિત્ર ચોટીલા ડુંગરની પર્વત માળાઓ માંથી ચોરી કરતા હતા. પ્રાંત અધિકારીની આ આકસ્મિક કાર્યવાહીથી સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ધાર્મિક આસ્થાના કેન્દ્ર અને કુદરતી સંપદાને નુકસાન કરનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં.
