રાજકોટમાં નિવૃત ડે. કલેક્ટરને 64 લાખનો ધુંબો મારનાર આરોપીના જામીન મંજુર

શેરબજારમાં સારા વળતરની લાલચ આપી આઈપીઓ ભરવાના નામે છેતરપીંડી આચરી’તી

શહેરના બજરંગવાડીમા રહેતા નિવૃત ડેપ્યુટી કલેકટર સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી અને આઈપીઓ ભરવાના નામે રૂૂ.64 લાખની છેતરપિંડીના ગુનામાં જેલ હવાલે રહેલા જયદીપ વાડોલીયાની અદાલતે જામીન અરજી મંજૂર કરી છે. વધુ વિગત મુજબ શહેરના બજરંગવાડીમા રહેતા દીનેશભાઈ સળીયાજી નિનામા નામના સિનિયર સિટીઝનના વોટસએપ નંબર પરથી શેર બજારમાં રોકાણ કરી પ્રોફિટ કમાવવાનો મેસેજ આવ્યો હતો. જેથી રસ પડતાં વાત કરી હતી. ફોર્મ ભરીને પરત કરતાં ગઠીયાએ ૂવફતિંફાા ગ્રુપમાં એડ કર્યા હતા.ગઠીયાએ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરાવી હતી. શરૂૂઆતમાં રૂૂ. 50,000 ના શેર ખરીદતાં એપના વોલેટમાં પ્રોફિટ સાથેની રકમ દેખાડી બેન્ક ખાતામાં રકમ જમા કરાવ્યા હતા. પછી ગઠીયાએ આઈપીઓમાં રોકાણ કરતાં 15,000 શેર લાગ્યા હોવાનું વોલેટમાં દેખાતું હતું. ગઠીયાએ રૂૂ.18 લાખ માંગતા પોતાના બેન્ક ખાતામાંથી ગઠીયાના એકાઉન્ટમાં રૂૂ. 15 લાખ જમા કરાવ્યા હતા. ગઠીયાએ વોલેટમાં જે પ્રોફિટ દેખાડી રૂૂ. 82 લાખ ભરવાનું કહ્યું હતું. પરંતુ આ રકમ ભરવાની ના નિવૃત નાયબ કલેકટરે ના પાડતાં સંસ્થા તમને લોન આપશે, જે રકમ તમે પછીથી ભરી શકશો. થોડા સમય બાદ તે આઈપીઓ શેર બજારમાં લીસ્ટ થતાં વોલેટમાં રૂૂ. 10 કરોડની રકમ પ્રોફિટ તરીકે દેખાતી હતી. જે રકમ ઉપાડવા માટે ગઠીયાએ રૂૂ. 82 લાખની લોન ભરવાની વાત કરી હતી. આ સ્થિતિમાં પોતાની બધી સેવિંગ્ઝ, એસઆઈપી અને વીમાની રકમ ભેગી કરીને કટકે-કટકે રૂૂ 49 લાખ ગઠીયાના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. આ રીતે કુલ રૂૂ. 64 લાખ જમા કરાવ્યા હતા. ગઠીયાએ વધુ રકમની માંગણી ચાલુ રાખતાં શંકા જતા સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે જયદીપ ધનજી વાડોલીયા ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ વાલે કર્યો હતો બાદ જે લવાલે રહેલા જયદીપ વાડોલીયા એ અદાલતમાં જામીન અરજી કરતા જેની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ અદાલતે જયદીપ વાડોલીયાની જામીન અરજી મંજૂર કરી છે. આરોપી જયદીપ વાડોલીયા વતી એડવોકેટ તરીકે રોહિતભાઈ ધીયા, હર્ષ ધીયા , રિધ્ધીબેન ખંધેડીયા અને મિતલબેન ધોકીયા રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ