અકસ્માતમાં 3ને ગંભીર ઈજા 15ને નાની મોટી ઈજાઓ પહોંચી
જામનગર જિલ્લાના ધ્રોલ નજીક શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લા ના રબારી પરિવાર ના સભ્યો જેમાં મુસાફરી કરી રહ્યા હતા.તે મીની ટ્રક પલ્ટી મારી જતાં છ વ્યક્તિને ઈજા થઈ હતી. આ વાહન માં ઉપરોક્ત પરિવાર ના 18 સદસ્યો દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે. બનાવ ની જાણ થતા જ ધ્રોલ ના સમાજ ના આગેવાનો એ પોતાના વાહનો મારફત ઈજાગ્રસ્તોને ખસેડવાની તજવીજ કરાવી હતી.
જામનગર – રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીક આહિર ક્ધયા છાત્રાલય પાસે થી શુક્રવારે સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા તાલુકા ના ચોરવીલા ના રબારી પરિવારના સભ્યો છોટા હાથી જેવા મીની ટ્રકમાં દ્વારકા દર્શનાર્થે જવા રવાના થયા હતા. તેઓ ધ્રોલ નજીક પહોંચ્યા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં પરિવારના નાથીબેન, જીવણીબેન, જશુબેન, જમીનબેન, હેતલ કરશનભાઈ, અમરીબેન, સંસ્કાર રામજીભાઈ, રસીક આજાભાઈ સહિતના વ્યક્તિઓને ઈજા થઈ હતી.
અકસ્માત ની જાણ થતાં એમ્બ્યુલન્સ તથા પોલીસ ટીમ આવી પહોંચી હતી . અને તમામ ઈજાગ્રસ્તો ને 108 મારફત ધ્રોલ દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ ની ઈજા ગંભીર ગણાવાઈ રહી છે.
વધુ માં મળતી માહિતી મુજબ દ્વારકાધીશના દર્શને જતાં આ પરિવારના મીની ટ્રક ના ચાલક ના કાબુ બહાર ગયેલુ આ વાહન આહિર ક્ધયા છાત્રાલય પાસે પલ્ટી મારી ગયું હતું જેમાં 18 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા તેમાં થી છ ને ઈજા થવા પામી હતી અને માર્ગમાં અકસ્માત થતાં દોડધામ મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં ધ્રોલના સમાજના આગેવાનો પણ દોડી ગયા હતા. તેઓએ પોતાના વાહનો ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાના ઉપયોગમાં મૂકી દઈ માનવતા દાખવી હતી.
