અન્ય એક શખ્સ નાશી છુટતા શોધખોળ
આઈપીએલ ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન અને ઓનલાઈન ક્રિકેટ આઈડી મારફતે સટ્ટાબાજી ચલાવનાર બે શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે એક આરોપીને મુ ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સ્ટાફ દ્વારા ચાંદી બજાર સર્કલ સામે જાહેરમાં ક્રિકેટ ના સટ્ટો રમતા ભરતભાઈ રાજુભાઈ સુડાવદરા, (ઉંમર વર્ષ 23), મૂળ રહે. દેગામ, તા.જી. પોરબંદર અને હાલ રહે. , જામનગર ) પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ ની આઈડી મારફતે આઈપીએલ ટી-20 મેચ પર હારજીતના સોદા પાડી જુગાર રમતો ઝડપાયો હતો.
પ. રેઇડ દરમિયાન પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 1,100 તથા રૂપિયા 10,000 કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં તપાસ દરમિયાન ગોકુલનગર વિસ્તારમાં રહેતો અજય ચાવડા નામનો શખ્સ ક્રિકેટ આઈડી પૂરું પાડનાર હોવાનું સામે આવતા તેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. હાલ તે પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
