શ્રીકલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આજે ધમાકા સંગીત સંધ્યા

શ્રીકલા મ્યુઝીકલ ગ્રુપના આયોજક સોનલબેન બોસમીયા તેમજ સહઆયોજ નરેન્દ્રભાઈ રાજા દ્વારા આગામી તા.10નાં બુધવારના રોજ સાંજે 6 થી 9 ઈવનીંગ પોસ્ટ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરેલ છે. કરાઓકે હિન્દી ફિલ્મી ઓલ્ડ, કોમેડી, ડાન્સીંગ, ગઝલ, ગુજરાતી વગેરે ગીતોનો ધમાકા કાર્યક્રમ નિ:શુલ્ક રીતે મનોરંજન માટે યોજાયેલ છે. અનુભવી સીંગરો ધમાલ કરશે. આ કાર્યક્રમમાં સિંગરો નરેન્દ્રભાઈ રાજા, સોનલબેન બોસમીયા, ચેતનભાઈ પંડયા, સીંવભાઈ વોરા, જયેશભાઈ પોપટ, મહેશભાઈ આડેસરા, વિમલભાઈ દેસાઈ, માનસુરભાઈ ડાવેરા, મહેશભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ નથવાણી, ગીતાબેન ગઢવી, નરેન્દ્રસિંહ ઝાલા, મનીષાબેન તેતર સહિતના ગીત સંગીતનું સમઝટ બોલાવશે.

રિલેટેડ ન્યૂઝ