જૂનાગઢ : સિવિલ હોસ્પિટલ દ્વારા ડિબ્રાઈડમેન્ટ ઓપરેશન સફળ

યુવકનોે હાથ મશીનમાં આવી જતા છુંદાઈ ગયો હતો

શેરડીના મશીનમાં હાથ ફસાતા ગંભીર ઈજાઓ પામેલ દર્દીને સમયસર ડિબ્રાઇડમેન્ટ, અદ્યતન માઇક્રોવેસ્ક્યુલર ફ્રી ફ્લેપ સર્જરી અને તબક્કાવાર પુન:નિર્માણ સારવાર દ્વારા હાથ બચાવવામાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સફળતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં ગત તા. 27 મેના રોજ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામના એક 23 વર્ષીય યુવક શેરડીના મશીનમાં હાથ ફસાઈ જવાથી ડાબા હાથમાં ગંભીર ક્રશ ઈજા સાથે આવેલ, જેને ઈજાના કારણે હાથના ઉપરના તેમજ હથેળીના ભાગની ચામડી, પેશીઓ તથા હાથના તમામ મહત્વના ઝયક્ષમજ્ઞક્ષતને ગંભીર નુકસાન થયું હતું. આ દર્દીના જરૂરી તમામ રિપોર્ટ કરાવી હોસ્પિટલના તબીબોની ટીમે માટે 8 કલાકની અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જઈ તાત્કાલિક ઘાનું સંપૂર્ણ વોશ અને ડિબ્રાઇડમેન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘાની સ્થિતિ અનુકૂળ બનતા તા. 30 મેના રોજ પ્લાસ્ટિક અને રિક્ધસ્ટ્રક્ટિવ સર્જરી નિષ્ણાત ડો. ધવલ વાગડીયા દ્વારા પ્રથમ તબક્કાની જટિલ હેન્ડ સેલ્વેજ સર્જરી કરવામાં આવી હતી.
આ અત્યંત જટિલ માઇક્રોવેસ્ક્યુલર સર્જરી દરમિયાન દર્દીની જમણી જાંઘમાંથી ફ્રી ફ્લેપ લેવામાં આવ્યો હતો, અને તેને ડાબા હાથમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. માઇક્રોસર્જરીની મદદથી ફ્લેપની રક્તવાહિનીઓનું ડાબા હાથની રેડિયલ નસ સાથે સફળતાપૂર્વક અક્ષફતજ્ઞિંળજ્ઞતશત કરવામાં આવ્યું હતું. આશરે 7 કલાક ચાલેલી આ સર્જરી સફળ રહી હતી. સર્જરી બાદ દર્દીની તબિયત સંપૂર્ણપણે સ્થિર રહી હતી અને ફ્લેપ સફળતાપૂર્વક કાર્યરત રહ્યો હતો, જેના કારણે દર્દીનો હાથ બચાવવામાં સફળતા મળી હતી. તથા દર્દીના હાથની કાર્યક્ષમતા વધુ સારી બનાવવા માટે સારવારના બીજા તબક્કા તરીકે ત્રણ મહિના બાદ ઝયક્ષમજ્ઞક્ષ છયફહશલક્ષળયક્ષિં અને પુન:નિર્માણ સર્જરીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેસ ગંભીર ક્રશ ઈજાઓમાં સમયસર ડિબ્રાઇડમેન્ટ, અદ્યતન માઇક્રોવેસ્ક્યુલર ફ્રી ફ્લેપ સર્જરી અને તબક્કાવાર પુન:નિર્માણ સારવાર દ્વારા હાથ બચાવવાની સફળતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે ત્યારે જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ એ ઈખ તયિીં અંતર્ગત સેવા આપતા ડો. ધવલ વાગડીયાની કામગીરીને બિરદાવી અને પ્લાસ્ટિક અને રિક્ધસ્ટ્રક્ટિવ વિભાગને વિકસાવવા અને આવા જટિલ ઓપરેશનો માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે આશ્વાસન આપ્યું હતું.

સાડા ચાર લાખ રૂપિયાના ખર્ચે થતી સર્જરી સિવિલમાં નિ:શુલ્ક થઈ
અંદાજિત સાડા ચાર લાખ રૂપિયાની ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલમાં થાય છે એવી સર્જરી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ની:શુલ્ક રીતે સૌપ્રથમ વખત અને કદાચ જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં હજુ થયેલ પણ નથી તેવી આ સર્જરી જુનાગઢ સિવિલ હોસ્પિટલની ટીમે બેખુબી રીતે સફળ રીતે કરી, જૂનાગઢની સિવિલ હોસ્પિટલની પ્રશંસનીય કામગીરીમાં વધુ એક પીંછ ઉમેર્યું છે. જે બદલ સર્જરી વિભાગની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ