બેંગલુરૂમાં પથ્થરની ખાણમાં ભૂસ્ખલન, 9 શ્રમિકના મોત

બેંગલુરુ : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક પથ્થરની ખાણમાં આજે સવારે એક મોટી દુર્ધટના બની છે. તવરેકેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણમાં ભૂસ્ખલન થતા બિહારના 9 કામદારના મોત નિપજ્યાં છે.
આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ખાણમાં કામદારો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અચાનક એક મોટો ખડક તૂટી પડ્યો અને તેમના પર પડ્યો, જેના કારણે ઘણા કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા.
માહિતી મળતાં, સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ સાત કામદારો બિહારના હોવાનું સામે આવ્યું છે. જોકે, મૃતકોની ઓળખની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ