SITની તપાસમાં ખુલાસો : દાન પેટી પર લખી રાખ્યું હતું : ‘રામ રાજયકોષ’!

લખનઉ : રામ મંદિરમાં દાનની ચોરીનાં મામલામાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હવે એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અવિનાશ શુક્લાના ઘરેથી એક ગુપ્ત દાનપેટી મળી આવી છે, જેના પર ’રામરાજ્ય કોષ’ લખેલું છે. હૈરાન કરનારી વાત એ છે કે આ દાનપેટી પર ડિજિટલ માધ્યમથી દાન લેવા માટે ક્યુઆર કોડ પણ લગાવવામાં આવ્યો હતો.
પોલીસને શંકા છે કે આ પેટીનો ઉપયોગ મંદિર પરિસરની બહાર ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે દાન વસૂલવા માટે કરવામાં આવતો હતો. એ તપાસ પણ કરવામાં આવી રહી છે કે ચછ કોડથી પૈસા સીધાં આરોપીઓના ખાતામાં તો ટ્રાન્સફર નહોતા થઈ રહ્યાં ને! આ મામલામાં ચંપત રાયના નજીકનાં ટિન્નુ યાદવ, ગણતરી ઇન્ચાર્જ સુભાષ શ્રીવાસ્તવ, ગણતરી કરનાર અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, કરુણેશ અને અવિનાશ શુક્લાની ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી ચૂક્યાં છે.
જઈંઝએ આરોપીઓની ભાળ મેળવીને રોકડા રૂપિયા, અમેરિકન ડોલર, દાગીનાં વગેરે જપ્ત કર્યા છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આરોપીઓએ પૂછપરછમાં સ્વીકાર્યું છે કે દાનની ગણતરી દરમિયાન ચોરી અને ઉચાપત કરવામાં આવી હતી. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ અને અવિનાશ શુક્લા આ કથિત કૌભાંડના મુખ્ય પાત્રો હતા. તપાસનાં દાયરામાં અન્ય કેટલાક પદાધિકારીઓ પણ હોવાનું કહેવાય છે, જેમની સામે જઈંઝનો અંતિમ અહેવાલ આવ્યાં બાદ કાર્યવાહી શક્ય બનશે.

રિલેટેડ ન્યૂઝ