ગાંધીનગરમાં મુખ્યમંત્રી, ડે. સીએમ સંઘવી અને વનમંત્રી મોઢવાડિયાના હસ્તે વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી લોન્ચ
ડિજિટલ ઇન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વેગ આપતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કૃષિ, ેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે ખેડૂતોની માહિતીને સુરક્ષિત રાખવા માટે ’વિભાગીય ડેટા સમિતિ’ (ડીડીસી) ની રચના કરી છે. આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 લોન્ચ કરી હતી. કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા સુરક્ષા કાયદા, 2023 (ડીપીડીપી કાયદા) અનુસાર, રાજ્ય સરકારે ખાતરી કરી છે કે ખેડૂતોનો વ્યક્તિગત, નાણાકીય અને કૃષિ ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ ફક્ત નિયમો અનુસાર અને ખેડૂતોની સંમતિથી જ થાય છે. વિભાગીય ડેટા સમિતિ કૃષિ વિભાગ અને તેના સંલગ્ન બોર્ડ અને કોર્પોરેશનો, તેમજ કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિક, સુરક્ષિત અને પારદર્શક ડેટા મેનેજમેન્ટની ખાતરી કરશે. ડિજિટલ યુગમાં, ખેડૂતોનો ડેટા જમીન અને પાક જેટલો જ મહત્વપૂર્ણ છે. જો તે સુરક્ષિત હશે, તો યોજનાઓના લાભો યોગ્ય લોકો સુધી પહોંચશે અને છેતરપિંડીની શક્યતા ઓછી થશે. આ સમિતિનું નેતૃત્વ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ, મુખ્ય સચિવ અથવા સચિવ કરશે. સમિતિમાં વિભાગીય ડેટા અધિકારી, સભ્ય સચિવ, મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી (ઈઈંજઘ), નાયબ નિયામક (ઈંઝ), ઈંઈઝ અધિકારી, કાનૂની અધિકારી, ઈંઝ નિષ્ણાત અને વિભાગના તમામ બોર્ડ, કોર્પોરેશનો, યુનિવર્સિટીઓ અને ગૌણ કચેરીઓના વડાઓનો સમાવેશ થાય છે. કૃષિ વિભાગના તમામ ડેટાસેટ્સને પાંચ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવશે. ખુલ્લી, શેર કરી શકાય તેવી, પ્રતિબંધિત, સંવેદનશીલ અને નકારાત્મક સૂચિ. આનાથી ખેડૂતો હવામાન, ખેતી તકનીકો અને બજાર કિંમતો જેવી જાહેર માહિતી સરળતાથી મેળવી શકશે. જ્યારે સંવેદનશીલ શ્રેણીમાં આવતા ખેડૂતોની વ્યક્તિગત, બેંકિંગ અને અન્ય ખાનગી માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. સમિતિ ખાતરી કરશે કે ખેડૂતોના ડેટાનો સંગ્રહ, ઉપયોગ અને પ્રક્રિયા ઉઙઉઙ કાયદા અને અન્ય સરકારી નિયમો અનુસાર થાય. આ સિસ્ટમ ખેડૂતોની વ્યક્તિગત માહિતીના અનધિકૃત ઉપયોગને અટકાવશે અને ડેટા સુરક્ષા માટે કાનૂની રક્ષણ પૂરું પાડશે. આ સિસ્ટમમાં સંમતિ વ્યવસ્થાપનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ખેડૂતોના ડેટાના ઉપયોગ માટે તેમની સંમતિનો સંપૂર્ણ રેકોર્ડ સુરક્ષિત, ઓડિટેબલ અને ટ્રેકેબલ રહેશે. જો કોઈપણ સ્તરે સંમતિ સંબંધિત ઉલ્લંઘન થાય છે, તો તેની તાત્કાલિક રાજ્ય ડેટા ઓથોરિટી (જઉઅ)ને જાણ કરવામાં આવશે.
