રામ મંદિરમાં અંદૃાજ કરતા પણ મોટી દાન ચોરી?
અનુકલ્પ મિશ્રા નામના માસ્ટરમાઇન્ડ અને તેના સાથીઓએ લાંબા સમયથી શ્રદ્ધાળુઓના દૃાન પર હાથ સાફ કર્યા હતા
અયોધ્યાના રામ મંદિૃરમાં દૃાનની ચોરીની આશંકાઓ ધારણા કરતાં ક્યાંય વધુ મોટી હોઈ શકે છે. અત્યાર સુધી સામે આવેલી વિગતો પ્રમાણે દૃાનની ચોરીનો આ સિલસિલો ગત વર્ષની શરૂઆતમાં શ્રદ્ધાળુઓની ભીડ વધ્યા બાદૃ શરૂ થયો હતો. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ગણાતો અનુકલ્પ મિશ્રા જ્યારે રામ મંદિૃરની વ્યવસ્થામાં સામેલ થયો, ત્યારથી જ આ ચોરીની શરૂઆત થઈ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સામાન્ય અંદૃાજ એ છે કે, અનુકલ્પ મિશ્ર અને તેની સાથે દૃાન ચોરીના મામલે આરોપી અન્ય લોક શ્રદ્ધાળુઓની ભીડની સાથે દૃાન પણ વધવાના કારણે કેશ મેનેજમેન્ટના નવા મેનેજમેન્ટ હેઠળ રામ મંદિૃરની વ્યવસ્થા સાથે જોડાયા. જોકે, સત્ય એ છે કે, અનુકલ્પ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે જ મંદિૃરની વ્યવસ્થા સાથે જોડાઈ ગયો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અનુકલ્પ રામ મંદિૃરના શિખર પર ધ્વજારોહણની વિધિ, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી અને દૃીપોત્સવા જેવા અતિ મહત્વના ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય સહયોગી તરીકે સામેલ થવા લાગ્યો હતો. એવું માનવામાં આવી રહૃાું છે કે, પોતાના મલિન ઈરાદૃાઓ અને સ્વભાવને અનુરૂપ અનુકલ્પે તે સમયથી જ રામજન્મભૂમિ પરિસરમાં પોતાના કાળા કારનામાઓ આચરવા માટેની તકો શોધવાનું શરૂ કરી દૃીધું હતું.
રામ મંદિૃર પરિસરમાં પોતાનો પ્રભાવ સતત વધવાની સાથે જ અનુકલ્પ મિશ્રાએ મંદિૃરની વ્યવસ્થામાં અવિનાશ, લવકુશ મિશ્રા, રમાશંકર મિશ્રા અને કરુણેશ પાંડેને પણ સામેલ કરી દૃીધા હતા.
ત્યારબાદૃ, જ્યારે કેશ મેનેજમેન્ટ માટે જીમ્ૈં દ્વારા હાયર કરવામાં આવેલી પ્રાઇવેટ એજન્સી સાથે જોડાવાની તક મળી, ત્યારે અનુકલ્પને પોતાનો મનસૂબો પૂરો થતો દૃેખાયો અને તેણે પોતાના સાથીઓને પણ કેશ મેનેજમેન્ટના કામમાં ગોઠવી દૃીધા હતા.
બીજી તરફ, ટિન્નુ યાદૃવ રામ મંદિૃર ટ્રસ્ટના ચંપતરાય સાથેની નિકટતાનો ફાયદૃો ઉઠાવીને કેશ મેનેજમેન્ટ અને ચઢાવાની ગણતરીમાં પહેલેથી જ નિર્ણાયક ભૂમિકામાં આવી ગયો હતો. ત્યારબાદૃ તેણે ગણતરીના દિૃવસોમાં જ પોતાના ભત્રીજા મનીષને પણ આ કામમાં લગાડી દૃીધો હતો. જ્યારે આ સમગ્ર મામલામાં આરોપી સુભાષ શ્રીવાસ્તવને ડૉ. અનિલ મિશ્રાની ભલામણથી કામ પર રાખવામાં આવ્યો હતો.
જો કે, કેશ મેનેજમેન્ટ માટે કર્મચારીઓની નિમણૂક કરવાનો અધિકાર જીમ્ૈં પાસે હતો, પરંતુ તે સમયે બેક્ધ પાસે પૂરતો મેનપાવર ઉપલબ્ધ નહોતો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ટ્રસ્ટના અધિકારીઓની ભલામણ અને સૂચન પર રામ મંદિૃર સાથે જોડાયેલા કથિત સ્વયંસેવકોને કેશ મેનેજમેન્ટની આ મહત્વની કામગીરી સોંપી દૃેવામાં આવી હતી.
રામજન્મભૂમિ પરિસરની વ્યવસ્થા સાથે જોડાયેલા સમીક્ષકોનું માનવું છે કે, જીમ્ૈંના સંયોજન હેઠળ ગત વર્ષે કેશ મેનેજમેન્ટની વ્યવસ્થા શરૂ થઈ, તેના ઘણા સમય પહેલાંથી જ અનુકલ્પની ગેંગ રામલલાના દૃાન પર હાથ સાફ કરવા લાગી હતી.
