દૃેશની પ્રથમ બુલેટ ટ્રેન આવતા વર્ષે પાટા પર દૃોડશે

ભારતમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન પાટા પર દૃોડશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે શનિવારે જાહેરાત કરી હતી કે મુંબઈ અને અમદૃાવાદૃ વચ્ચેની પહેલી બુલેટ ટ્રેનનું બાંધકામ ચાલી રહૃાું છે. તેમણે કહૃાું કે બુલેટ ટ્રેનનો પહેલો ભાગ આવતા વર્ષે કાર્યરત થશે. અશ્ર્વની વૈષ્ણવે કહૃાું, “આગામી વર્ષે, અમે મુંબઈ-અમદૃાવાદૃ રૂટ પર સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પહેલો ભાગ શરૂ કરીશું. ત્યારબાદૃ, એક પછી એક, અમે વાપીથી સુરત, પછી વાપીથી અમદૃાવાદૃ, પછી અમદૃાવાદૃથી થાણે અને પછી અમદૃાવાદૃથી મુંબઈ સુધીનું કામ પૂર્ણ કરીશું.”

મુંબઈ-અમદૃાવાદૃ રૂટ પર સુરત અન્ો બીલીમોરા વચ્ચે ટ્રેનનો પહેલો ભાગ શરૂ કરાશે:અશ્ર્વિની વૈષ્ણવ

રેલવે મંત્રીએ નવા રૂટની કરી જાહેરાત

રેલ્વે મંત્રાલયે વૈષ્ણવના નિવેદૃનનો વીડિયો પોસ્ટ કર્યો અને તેની સાથે મંત્રીના એક અવતરણનો પણ ઉલ્લેખ કર્યો. તેમાં લખ્યું હતું, “ભારતની પહેલી બુલેટ ટ્રેન તેના આગામી તબક્કામાં પ્રવેશી રહી છે.” અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પુણે અને હૈદૃરાબાદૃ વચ્ચેનો પહેલો પ્રોજેક્ટ મુસાફરીનો સમય ઘટાડીને બે કલાક કરશે, હૈદૃરાબાદૃથી મુંબઈની મુસાફરી ૨ કલાક અને ૫૦ મિનિટની હશે, હૈદૃરાબાદૃથી અમરાવતીની મુસાફરી ૧ કલાક અને ૧૦ મિનિટની હશે, હૈદૃરાબાદૃથી ચેન્નાઈની મુસાફરી ૩ કલાકની હશે અને હૈદૃરાબાદૃથી બેંગલુરુની મુસાફરી ૨ કલાક અને ૩૫ મિનિટની હશે. અશ્ર્વિની વૈષ્ણવે એમ પણ કહૃાું હતું કે ત્રણ મુખ્ય બુલેટ ટ્રેન કોરિડોરના લોન્ચિંગ સાથે, હૈદૃરાબાદૃ હાઇ-સ્પીડ હબ બનવા જઈ રહૃાું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદૃી દ્વારા ફાળવવામાં આવેલા ૫,૪૦૦ કરોડ રૂપિયાનું જંગી રેલ્વે બજેટ તેલંગાણામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ