સારવાર માટે મેડિકલ કોલેજમાં રિફર કરાઈ સીલપેક પાણીની બોટલમાં તેજાબ! એક ઘૂંટ પીતા જ યુવતીની હાલત બગડી

ઉત્તર પ્રદૃેશના હાપુડથી એક ભયાનક ઘટના સામે આવી છે. જેમાં જ્વેલરી ખરીદૃવા જ્વેલર્સની દૃુકાને ગયેલી એક યુવતીને તરસ લાગતા તેણે પાણી માંગ્યું હતું, પરંતુ પાણીની જગ્યાએ તેને એવી બોટલ મળી, જેમાં કથિત રીતે તેજાબ ભરેલું હતું. પાણી સમજીને ઘૂંટ મારતા જ યુવતીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આખી ઘટના દૃુકાનમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદૃ થઈ છે.
શુક્રવારની સાંજે અર્જુન નગરમાં આવેલી એક જ્વેલર્સની દૃુકાન પર રિયા નામની યુવતી તેની માતા અંજનાબેન સાથે જ્વેલરી ખરીદૃવા ગઈ હતી. દૃુકાનમાં થોડી વાર રોકાયા પછી તેને તરસ લાગી હતી. જેથી જ્વેલર્સે પોતાના કર્મચારી પાસે એક જનરલ સ્ટોરમાંથી ઠંડી પાણીની બોટલ મંગાવી હતી. જે બાદૃ કર્મચારીએ બોટલ લાવીને રિયાને આપી હતી. રિયાને ઘણી તરસ લાગી હોવાથી તેણે બોટલ ખોલી અને એક ઘૂંટ પી લીધો…. અને તરત જ તેના મોંમાંથી ચીસ નીકળી ગઈ!બોટલમાં પાણીની જગ્યાએ કથિત રીતે તેજાબ ભરેલું હતું. જેને પીતા જ રિયાની હાલત બગડી ગઈ. તે તરત દૃુકાનની બહાર દૃોડી અને મોંમાં ગયેલું તેજાબ થૂંકી નાખ્યું. આજુબાજુના લોકોની ભીડ જમા થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યાંથી વધુ સારવાર માટે મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી. હાલમાં તેની સ્થિતિ ગંભીર છે. આ આખી ઘટના દૃુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદૃ થઈ ગઈ છે. વીડિયો જોતાં જ લોકોના હોશ ઊડી જાય તેવો છે. પોલીસે તરત જ દૃુકાનદૃારને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી દૃીધી છે. દૃુકાનદૃાર રેનુ અગ્રવાલે જણાવ્યું કે, એક છોકરો તેમની દૃુકાને પાણીની બોટલ લેવા આવ્યો હતો, તેમણે ડીપ ફ્રીજમાંથી સીલપેક પાણીની બોટલ કાઢીને તેને આપી હતી. બાદૃમાં કેટલાક લોકોએ આવીને જણાવ્યું કે બોટલમાં પાણીની જગ્યાએ તેજાબ જેવો પદૃાર્થ છે. તેમનું કહેવું છે કે, અમે જે બોટલ ફ્રીઝમાં રાખી હતી તે સીલપેક જ હતી. અમે તે જ ગ્રાહકને આપી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દૃીધી છે.

રિલેટેડ ન્યૂઝ