અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપેલ હોય તે અનુસંધાને અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમને મળેલ બાતમીના આધારે અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા તાલુકાના મોટામાચીયાળા ગામે રહેતા મુસ્તાકભાઇ ઉર્ફે ઝાડવો મહંમદભાઇ કુરેશી, તથા લાઠી ગામે રહેતા અમીતભાઇ જેઠાભાઇ જાદવ, શાંતિભાઇ રાઘવભાઇ સોલંકી, સફરાજભાઇ ઉર્ફે સફુ સાહીલભાઇ સેતા, સફરાજભાઇ ફેજુભાઇ મલેક તથા પરેશભાઇ કરશનભાઇ બતા સહિત છ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂપિયા 46,600 તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
બોટાદમાં પતિના ત્રાસથી ઘર છોડનાર પરિણીતા-પુત્રીને આશ્રય આપતી અભયમ્
સખી વન સ્ટોપ સેન્ટરમાં વ્યવસ્થા કરાઈ સંકટ સમયે મહિલાઓ માટે ’જીવનદાયી સમાન 181 અભયમ મહિલા હેલ્પલાઇને... -
સાવરકુંડલામાં વિકાસની નવી કેડી: રૂ.890 લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 2000 વૃક્ષોના વાવેતર સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ સાવરકુંડલા નગરપાલિકા... -
સૌરાષ્ટ્રમાં અષાઢી બિજનું શુકન સાચવતા મેઘરાજા, સૌથી વધુ પડધરીમાં બે ઇંચ
રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જામનગર અને કચ્છમાં ઝરમર: લીલીયાનાં ક્રાકચ ગામ પાસે વોકળામાં...
