ગામની અંદર દીપડો ઘુસી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ
માળિયાહાટીનામાં કડાયા ગામે દીપડાએ વાછરડી પર હુમલો કર્યો છે. ગામની અંદર દીપડો ઘુસી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
માળીયા હાટીના તાલુકાના કડાયા ગામમાં ગામની અંદર દીપડો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે રવિવારે રાત્રે 2 વાગે કડાયા ગામમાં ગામની વચોવચ સુરેશભાઈ જાદવભાઈ કરડાણી ના રહેણાંક મકાનમાં દીપડાએ વંડી ઠેકો પ્રવેશ કરીને ફળિયામાં બાંધેલ વાછરડી ઉપર દીપડાએ હુમલો કરતા વાછરડી બૂમાબૂમ કરતા ઘરના માલિકો જાગી જતા હાકલા પડકારા કરતા દીપડો વંડી ઠેકીને નાસી ગયો હતો અને વાછરડી બચી ગઈ હતી. સુરેશભાઈ કરડાણીએ માળીયા વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓએ કડાયા ગામમાં આવી ને દીપડાને પકડવા માટે પાંજરું મુક્યું છે. ગામે દીપડો ઘુસી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
