મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં 251 અને કોમર્શિયલમાં 71 આસામીઓને નોટિસ
રાજકોટ શહેરમાં ડબલ ઋતુના કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા મંડાયા છે અને ખાનગી તથા સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાઇનો લાગી રહી છે. પરંતુ મહાનગપાલિકાના ચોપડે દર અઠવાડિયાની માફક 1500 જેટલા જ વિવિધ રોગચાળાના કેસ નોંધાયા છે. ગત અઠવાડિયામાં ડેગ્યુના બે, ટાઇફોઇડ તાવના 3 અને કમળાનો માત્ર 1 કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલ છે. આ સિવાય શરદી- ઉઘરસના 674, સામાન્ય તાવના 633, ઝાડા-ઉલટીના 198 કેસ નોંધાયેલ છે.આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.07/09/2026 થી તા.13/09/2026 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને ખઙઇંઠ દ્વારા 86030 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 614 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.કોર્પોરેશન દ્વારા રહેણાક સિવાય અન્ય 419 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 251 અને કોર્મશીયલ 71 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિલ્ડ સ્ટાફ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત તા. તા. તા.07/09/ 2026 થી તા.13/09/2026 દરમ્યાન કુલ 2,75,773 જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. આ સર્વેની કામગીરી દરમ્યાન કુલ 6,202 જેટલી ક્લોરીન ટેબ્લેટ તેમજ 1122 જેટલા ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને કુલ 2,796 જેટલા આર.સી. ટેસ્ટ કરવામાં આવેલ છે.
