મિતિયાળાના ખેડુતોની નાયબ કલેકટરને રજુઆત
હાલ અજાણ્યા લોકો જમીન ધારકોને ધમકાવી ગેરકાયદે કબજો મેળવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ
જાફરાબાદથી બાબરકોટના પાડીયા સુધીના મિતિયાળાના ખેડૂતો ખાતેદારોની નાયબ કલેકટરને રજુઆત કરી છે કે ચાર નાળાથી જાફરાબાદ સુધી આવતો ફોર લેનીંગ રોડ માં ખેડૂતો ની જમીન વગર વળતરે કપાત કરવાની કામગીરી રોકવા જરૂરી છે. જાફરાબાદ થી બાબરકોટ ના પાડીયા સુધી ના મિતિયાળા ના ખાતેરો ની નાયબ કલેકટર સાહેબ ને તમામ ખેડૂતો દ્વારા ધારદાર મૌખિક અને લેખિત રજૂઆત માં જણાવેલ કે જાફરાબાદ તાલુકાના મોજે મિતિયાળા ગામના ખેતી બિનખેતી જમીનના ખાતેદારો છીએ અને અમારી ખેતી જમીન તે રાજુલા-જાફરાબાદ રોડની બન્ને બાજુએ આવેલ છે. હાલના રોડને અડીને બન્ને બાજુથી આ ફોર લેન રોડ બનાવવા માટે હાલના કબજા ધારકોને રાજુલાના નાયબ કાર્યપાલક ઈજનેર ની કચેરી મારફતે અમોને દબાણકર્તા-અનધિકૃત કબજેદારો ગણીને ગેરકાયદેસરની નોટીસો આપવામાં આવી રહેલ છે. નાયબ કાર્યપાલક ઈજનેર-રાજુલા તરફથી આપવામાં આવી રહેલી નોટીસોમાં કોઈ સર્વે નંબરોનો ઉલલેખ નથી કે આ ફોર લેન રોડમાં કેટલી જમીન કપાય છે ? તેનો કોઈ ઉલલેખ કરવામાં આવેલ નથી. જેથી આવી નોટીસો કાયદેસરની ગણાય નહી. તેમ છતાં ખેડુતોને આવી નોટીસો આપવામાં આવી રહેલ છે. રોડ ફોર-લેન બનતો હોઈ તો તે રાજયના વિકાસ માટે અને જાહેર હિત માટે સારી વાત છે. પરંતુ કાયદાનું ઉલ્લંઘન કરીને અને કાયદા વિરૂધ્ધ જે કામગીરી કરવામાં આવે તો તે ગેરકાયદેસર કાર્યવાહી કહેવાય અને આવી કાર્યવાહી જાહેર જનતાને તેના મિલ્કત ધારણ કરવાના અને તેની મિલ્કતને જાળવવાના બંધારણીય હકક નું ખુલ્લું ઉલ્લંધન ગણવામાં આવે છે. અમોએ ફકત બાબરકોટના પાટીયા થી જાફરાબાદની હદ સુધીનો જ ઉલ્લેખ કરેલ છે.પરંતુ આ સર્વે નંબરોમાં વધારો થાય તેવી પુરી શકયતા છે. તેમજ ચારનાળા થી જાફરાબાદ સુધી ઘણા સર્વે નંબરો કપાવાનાની શકયતા છે. તો આ બાબતે આવી સંભવિત કપાત થવાની જમીન ધારકોમાં કચવાટ થઈ રહેલ છે. આવી તમામ કાયદાકીય હકિકત જણાવવાનો અમારો હેતુ એવો છે કે, જમીન ધારકોને યોગ્ય ન્યાય અને વ્યાજબી વળતર મળી રહે તેવા તમામ શકય એટલા પગલા લેવાના અને કાયદાથી દેશના નાગરિકોના હક્કો ના રક્ષણ માટે અને બંધારણથી આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી જવાબદાર અધિકારીઓને આપવામાં આવેલી છે. પરંતુ હાલમાં જે રીતે કામગીરી કરવામાં આવે છે તે લોકોના હક્કને રૂંધવાની કામગીરી થતી હોઈ એવું લાગે છે. હાલમાં કોઈ અજાણ્યા માણસો દ્વારા જમીન ધારકોને ખોટી રીતે ધમકાવવા માં આવી રહેલ છે. અને ગેરકાયદેસર નો કબજો લેવાના પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. ચારનાળા થી જાફરાબાદ સુધીના ફોરલેન રોડ બનાવવા માટે જે જમીન કપાવવાની સંભાવના છે. તેવા ખેડુતોને યોગ્ય વળતર આપીને જ આગળની કાર્યવાહી કરવી અન્યથા અમો ખેડુતોને એકજુથ થઈને સરકારના આવા અન્યાયકારી વલણ સામે સંઘર્ષ કરવાની ના-છુટકે ફરજ પડશે અને યોગ્ય ન્યાય મેળવવા ુજરાત હાઈકોર્ટ અને જરૂર પડયે નામદાર સુપ્રિમ કોર્ટમાં પણ ન્યાય મેળવવા ધા નાખવાની ફરજ પડશે આ બાબતને લઈને જે કાંઈ નુકશાન જશે તેની જવાબદારી તમામ જવાબદાર અધિકારીઓની રહેશે જેની ગંભીર નોંધ લેવા અરજી તથા મૌખિક રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી
