રાજકોટમાં અજાણ્યા શખ્સોએ શ્રમિક આધેડને તારૂં મર્ડર કરી નાખવુ છે તેમ કહી માર માર્યો

અન્ય ઘટનામાં ચપલ રાખવા મુદ્દે પ્રૌઢા ઉપર પાડોશી મહિલા સહિતના શખ્સોનો હુમલો

શહેરમાં જલજીત હોલ પાસે શ્રમિક આધેડને અજાણયા શખ્સોએ તારુ મર્ડર કરી નાખવુ છે. તેમ કહી પથ્થર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જલજીત હોલ પાસે રાત્રીના સમયે મહોનસીંગ અબલાભાઇ મેડા (ઉ.વ.45) સાથે અજાણયા શખ્સોએ ઝઘડો કરી તારુ મર્ડર કરી નાખવુ છે તેમ કહી પથ્થર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડ રોડ પર આદિત્ય સોસાયટીમાં આવેલા રૂડા કવાર્ટરમાં રહેતા પરવીનબેન સીકંદરભાઇ ખલીફા (ઉ.વ.45)એ પાડોશમાં રહેતા પાડોશીને ચપલ ઘોડામાં રાખવાનું કહેતા મજૂબેન સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ