ધોરાજી-જુનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટીકના પાંચ કારખાનામાં તસ્કરો ત્રાટકયા

એકાદ વર્ષથી પોલીસને ચેલેન્જ ફેંકતા તસ્કરોને પકડવા સીસીટીવીના આધારે તપાસ

ધોરાજીના જુનાગઢ રોડ પર પાંચ થી વધારે પ્લાસ્ટિક નાં કારખાના નેં ટાર્ગેટ કરતાં તસ્કરો અને ધોરાજી તાલુકા પોલીસ ને ચેલેન્જ આપી અને તસ્કરોએ ચોરી ને અંજામ આપ્યો છે. ધોરાજી નાં જુનાગઢ રોડ પર એક જ વર્ષમાં ચાર થી પાંચ વખત ચોરી નો બનાવ બન્યો છે પણ પોલીસ થી તસ્કરો દુર આજ દિન સુધી ચોરો નેં પકડવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું હતું અને ફરી આજે મોડી રાત્રે એ પાંચ જેટલા પ્લાસ્ટિક નાં કારખાના માં ચોરી ને અંજામ આપ્યો અને તસ્કરો ધોરાજી નાં જુનાગઢ રોડ પર રેલવે ફાટક પછી આવેલ તુલસી પ્લાસ્ટિક , મીરા પ્રોસેસ , નારાયણ પોલીપેક , દ્વારકેશ પ્લાસ્ટિક , માસ્ટર પેક , શ્રી નાથજી પ્રોસેસ જેવા પાંચ પ્લાસ્ટિક નાં કારખાના માં મોડી રાત્રે થી તોડફોડ કરી ને રોકડ રકમ રૂપિયા ની ચોરી નેં અંજામ આપ્યો હતો. કારખાને દાર ના કેટલા પૈસાની ચોરી થઈ તે મામલે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બેફામ બનેલા તસ્કરો એ કારખાના માં તોડફોડ અને વેરવિખેર કરી ને તાડા ઓ તોડી નેં ચોરી ને અંજામ આપ્યો હતો અને આ પ્લાસ્ટિક ઔદ્યોગિક વિસ્તારમાં માં એક વર્ષ દરમ્યાન ચાર થી પણ વધારે ચોરી થઈ હોવાનું અન્ય કારખાને દાર જણાવ્યું હતું. પણ અત્યાર સુધી માં પોલીસ તંત્ર નેં કોઈ સફળતા મળી નથી અને આવાં ચોરી નાં બનાવો નેં લઈને પ્લાસ્ટિક ઉદ્યોગ માં ભારે રોષ જોવા મળેલ છે અને આ વિસ્તાર માં ભયનો માહોલ સર્જાયો છે અને તસ્કરો બેફામ બન્યા છે. હાલ ધોરાજી પોલીસ આસપાસના અને કારખાનામાં રહેલા સીસીટીવીના ફૂટેજ મેળવી જેના આધારે તપાસ ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ