રાજકોટમાં 30 હજારની ઉઘરાણી મુદ્દે મહિલા પર પાડોશી દંપતી ધોકા પાઇપ વડે તૂટી પડ્યું

અન્ય ઘટનામાં યુવાન ઉપર અજાણયા શખ્સોએ પથ્થરમારો કરતા ઇજા

શહેરમાં પુનીતનગરમાં મહિલાએ ઉછીના આપેલા રૂા.30 હજારની ઉઘરાણી કરતા પાડોશી દંપતીએ ધોકા પાઇપ વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાઇ હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પુનીતનગરમાં પાણીના ટાંકા પાસે ઝૂપડપટ્ટીમાં રહેતી સુમાબેન પરબતભાઇ વાઘેલા નામની 35 વર્ષની પરિણીતાએ પાડોશમાં રહેતી કાજલબેનને ઉછીના આપેલા રૂા.30 હજારની ઉઘરાણી કરતા કાજલબેન અને તેના પતિ અમરે ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં હરીહર ચોકમાં રહેતો હર્ષિલ નીતીનભાઇ ગોહીલ નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામા હોસ્પિટલ ચોક પાસે હતો ત્યારે અજાણયા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ