તુરખા ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

બે ઈસમોને ઝડપી રૂ.1.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
બોટાદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પાળીયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તુરખા ગામની સીમમાં આવેલી વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો.બોટાદ એલસીબીના પીઆઈ જી.એમ. પાવરા તથા પોલીસ સ્ટાફના રામદેવસિંહ મોરી, પ્રધ્યુમનસિંહ વાળા, રસિકભાઈ ગળથરા સહિતના એલસીબી પોલીસ સ્ટાફે તુરખા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડતાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સાથે બે ઈસમો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો 1,650 લીટર, કિંમત રૂ.41,250, તૈયાર દેશી દારૂ 350 લીટર, કિંમત રૂ.70,000 તેમજ દારૂની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી રૂ.140 મળી કુલ રૂ.1,11,390નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન પોલીસે અશોકભાઈ મધુભાઈ બોરસાણીયા, રહે. નડાળા અને વિજયભાઈ મનુભાઈ બોરસાણીયા, રહે. નડાળાને ઝડપી પાડ્યા હતા. બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે દારૂ બનાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે…

રિલેટેડ ન્યૂઝ