મદીનામાં વીજમથક બાદ સાઉદીના ઓઇલ ટર્મિનલ પર હુમલો

યમનના હુથી વિદ્રોહીઓ પર મુસ્લિમ દૃેશ ભડક્યા

વીજ સપ્લાયન્ો નિશાન બનાવ્યા બાદૃ યુએઈ, બહેરીન, કુવૈત, જોર્ડન અન્ો તુર્કીએ સાઉદૃી અરબનું સમર્થન કરી હુમલાની ટીકા કરી

યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદૃી અરબને નિશાન બનાવવાના આરોપોથી પશ્ર્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મદૃીના સ્થિત મસ્જિદૃ-એ-નબવીને વીજળી પૂરી પાડતા તૈયબા પાવર સ્ટેશન પર ડ્રોન હુમલા બાદૃ હવે સાઉદૃી અરબના પશ્ર્ચિમ કિનારે આવેલા યાન્બુ ઇન્ડસ્ટ્રિયલ પોર્ટ પર સાઉદૃી અરામકોના નોર્થ ટર્મિનલ પર હવાઈ હુમલો અને આગ લાગવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટના બાદૃ ગલ્ફ દૃેશોમાં ભારે આક્રોશ છે.અહેવાલો અનુસાર, સાઉદૃી અરબના રાતા સમુદ્ર પર સ્થિત યાન્બુ એક મુખ્ય ઔદ્યોગિક અને ક્રડ ઓઈલ નિકાસનું કેન્દ્ર છે. આ ટર્મિનલની દૃૈનિક લોિંડગ ક્ષમતા આશરે ૧.૫ મિલિયન બેરલ ક્રડ ઓઈલની છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અથવા દૃરિયાઈ માર્ગોમાં વિક્ષેપની સ્થિતિમાં યાન્બુ સાઉદૃી અરેબના ઓઈલ નિકાસ માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડે છે. અગાઉ યાન્બુની પરિવહન માળખાકીય સુવિધાઓને નિશાન બનાવાઈ હતી, પરંતુ આ વખતે બંદૃરની અંદૃર આવેલા ઓઈલ ટર્મિનલ પર સીધો હુમલો કરાયો હોવાના અહેવાલ છે. દૃરમિયાન, સાઉદૃી ગઠબંધને દૃક્ષિણ ક્ષેત્ર તરફ છોડવામાં આવેલી ૨ બેલિસ્ટિક મિસાઇલો અને ૪ ડ્રોનને તોડી પાડવાનો દૃાવો કર્યો છે.આગેવાની હેઠળના ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કીયે અલ-મલિકીના જણાવ્યા અનુસાર, ડ્રોનના કાટમાળની તપાસ બાદૃ સ્પષ્ટ થયું છે કે મદૃીનાના તૈયબા પાવર સ્ટેશન પર હુમલો હુથીઓએ જ કર્યો હતો. આ સ્ટેશન મદૃીનાની પવિત્ર મસ્જિદૃ-એ-નબવી અને નજીકની નાગરિક સુવિધાઓને વીજ પુરવઠો પૂરો પાડે છે.

રિલેટેડ ન્યૂઝ