વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદૃીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગની સમીક્ષા કરી.
બંનેએ ભારત-અમેરિકાની કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવા માટે સતત સંપર્ક જાળવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી.
મોદૃી અને ટ્રમ્પે પ્રાદૃેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ વૈશ્ર્વિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવાના પ્રયાસો અંગે પોતાના વિચારોનું આદૃાનપ્રદૃાન કર્યું.
