એલસીબીએ વાલ્વ, કોપર વાયર સહિત 34,500નો મુદ્દામાલ કબ્જે કર્યો
જેતપુર ની સરકારી હોસ્પિટલ ના કમ્પાઉન્ડમાંથી થોડા દિવસ પહેલા થયેલ ઓક્સિજન પ્લાન્ટ ના વાલ્વની ચોરીનો ભેદ ઉકેલાયો છે મળતી માહિતી પ્રમાણે જેતપુર ની સરકારી હોસ્પિટલમાં થી થોડા દિવસ પહેલા કમ્પાઉન્ડમાં રાખેલ ઓક્સિજન પ્લાન્ટ ના 10 વાલ્વ, કોપર વાયર વગેરેની મળીને 50,000 રૂપિયાની કિંમતની ચોરી થયાની સીટી પોલીસમાં સિવિલ હોસ્પિટલના અધિકારી એ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને એલસીબી પોલીસે બાતમીના આધારે તપાસ કરતા કાળુ ઝીણા સોલંકી રહેવાસી ઉના સોમનાથ ગીર, રોહન જીવરાજ ડાભી રહેવાસી જેતપુર , પ્રભાબેન સુરેશ સોલંકી રહેવાસી ઉના સોમનાથ ગીર ને પકડી પાડી તેમની પાસેથી પીતલના વાલ્વ, કોપર વાયર , બે મોબાઈલ સહિત 34,500 નો મુદ્દા માલ પોલીસે કબજે કરેલ છે. કાળું ઝીણા સોલંકી અગાઉ પણ ગીર સોમનાથ અને અમરેલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરોધમાં ગુના નોંધાયેલા છે. જેતપુર ની સરકારી હોસ્પિટલ રાતના સમયે કોઈપણ જાતની સિક્યુરિટી ન હોવાથી આ તસ્કરોને મોકલું મેદાન મળી ગયું હોવાનું જાણવા મળે છે
