અમરેલી જિલ્લાના 10,000ના ઇનામી આરોપીને શોધી કાઢતી રાજુલા 5ોલીસ

23 વર્ષ પૂર્વે પીપાવાવ પોર્ટ ખાતે સિક્યુરીટી સુપરવાઈઝરની નોકરી સમયે કર્મચારીનો પગાર લઈ ફરાર થઈ ગયો’તો

અમરેલી જીલ્લામાં નાસ્તા-ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ લાંબા સમયથી પોલીસ પકડથી દુર હોય તેવા આરોપી શોધી કાઢવા માટે અમરેલી જીલ્લાના લીસ્ટેડ આરોપીઓની યાદી બનાવી આવા આરોપી શોધી કાઢવા ઇનામી આરોપીની યાદી જાહેર કરેલ હોય તેમજ આવા અને આવા આરોપીને પકડી પાડવાના અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા દ્વારા આ પ્રકારના આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હતી. જે અન્વયે રાજુલા પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ. વી.એમ.કોલાદરાની રાહબારી હેઠળ રાજુલા પોલિસ સ્ટેશનના નાસ્તા ફરતા અને ઇનામી આરોપીની તપાસ કરી અને શોધી કાઢવા રાજુલા પોલીસ સ્ટેશન તેમજ સર્વેલન્સ ટીમને ખાસ સુચના આપેલ હતી. જે અન્વયે રાજુલા પોલિસ સ્ટેશનના આઇ.પી.સી.કલમ 406, 420 મુજબના ગુન્હાના આરોપી પ્રકાશ રતીલાલ બધાણી (બદાની) રહે.-મુંબઇ મલાડ વાળો છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો હોય અને અમરેલી જીલ્લાના લીસ્ટેડ આરોપી હોય તેમજ પોલીસ અધિક્ષક દ્વારા ઇનામ જાહેર કરેલ હોય, જેને રાજુલા પોલિસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા મોરબી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
23 વર્ષ વર્ષ 2003 માં રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ઈંઙઈ કલમ 406, 420 મુજબનો ગુનો આ આરોપી વિરૂધ્ધ નોંધાયો હતો, જેમાં આ આરોપી પીપાવાવ પોર્ટ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો. આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી (બદાણી) કંપનીમાં સીક્યુરીટી તરીકે કામ કરતા કર્મચારીઓના પગારની રકમરૂપિયા 94,685 લઈ ફરાર થઈ ગયો હતો. જે અંગેની ફરીયાદ જે તે સમયે ઉમેદસીંગ લાંબા પીપાવાવ સીક્યુરીટી ઓફીસરએ નોંધાવેલ હતી.
આરોપીની નોકરી દરમ્યાન મળેલ માહિતી આધારે અને બતાવેલ સરનામે 2003માં જૂનાગઢ તથા મુંબઈ ખાતે તપાસ કરતા આરોપી અંગે કોઈ ચોક્કસ માહિતી મળી ન હોતી. અને એમના પપ્પા એ કહ્યું હતું કે ‘અહીંથી જતો રહ્યો એના 20 વર્ષ વીતી ગયા છે’ અને તેમના પરિવારને પણ આરોપી ક્યાં છે તેની કોઈ જાણકારી ન હતી.
હાલ છેલ્લાં બે મહિના પહેલા એમના ભાઈનો કોન્ટેક્ટ કરી પૂછતા જણાવેલ કે ‘એ છેલ્લા 35 વર્ષથી અમને કઈ ખબર નથી કે એ ક્યાં છે? અને એ એમના મમ્મી ગુજરી ગયા તો પણ આવેલ નથી. અને એ અમારા માટે મરણ ગયેલ છે’ જે વાત તેમના નાનાભાઇ અશ્વિન બદાણીએ જણાવેલ હતી. બાદમાં આરોપીના નામ પ્રકાશ રતિલાલ બઘાણી (બદાણી)ના જૂના સરનામા તથા ઉપલબ્ધ આઇકાર્ડના આધારે વિવિધ સોફ્ટવેર અને ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવ્યા, પરંતુ કોઈ અસર કારક માહિતી ન મળી. ત્યારબાદ તપાસ દરમિયાન જૂના રેકર્ડમાંથી આરોપીની જન્મતારીખ તા.26/12/1966 મળી આવી જે જન્મ તારીખ આધારે ગાંડીવ એપ્લિકેશન મારફત સર્ચ કરતા પ્રકાશ રતિલાલ બઘાણી (બદાણી) રહે.મુંબઈ નો કોઇ વ્યક્તી ન મળી આવ્યો પણ પ્રકાશ રતિલાલ ધણા મળેલ છે. જેથી આ જન્મ તારીખ ધરાવતા પ્રકાશ નામના વ્યક્તિઓ અંગે ટેક્નિકલ એનાલિસિસ તથા અલગ અલગ ઈંક્ષતફિંલફિળ એકાઉન્ટ, ઋફભયબજ્ઞજ્ઞસ એકાઉન્ટ, બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબર તેમજ હ્યુમન સોર્સ મારફતે તપાસ કરવામા આવી હતી. અંતે એક મહત્વપૂર્ણ કડી પોલીસને મળેલ છે. જેમાં તેના જુના ફોટા ઉપર નવજ્યોત મનોવિકાસ કેન્દ્ર સંસ્થા રાજસ્થાનનો ફોટા મળે છે. અને ગુગલની સાઇટ ઉપરથી સંસ્થાનો નંબર મેળવી તેમજ ત્યાનાં હ્યુમન સોર્ચનો ઉપયોગ કરી આરોપીનો ચાલુ મોબાઇલ નંબર મેળવી અને આ નંબર આરોપી પ્રકાશ રતિલાલ શાહનો જ હોવાનું ખાતરીપૂર્વક વેરિફાઈ થતાં રાજુલા પોલિસ ઇન્સ. વી.એમ.કોલાદરાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ ચોક્કસ લોકેશન તથા સરનામા આધારે રાજુલા સર્વેલન્સ ટીમ દ્વારા મોરબી ખાતેથી આરોપીને ઝડપી પાડી 23 વર્ષથી ફરાર આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણીને ઝડપી પાડી તેમની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ