એમેઝોન ભારતભરમાં 50 નવાં આશ્રય આરામ કેન્દ્રો સ્થાપશે; તહેવારોની મોસમ પહેલાં બેંગલુરુમાં મોબાઇલ આશ્રય વેન શરૂ

તહેવારોની મોસમ પહેલાં એમેઝોન ઇન્ડિયાએ આજે દેશભરમાં 50 નવાં આશ્રય કેન્દ્રો સ્થાપવાની યોજનાની જાહેરાત કરી. આ વિસ્તરણથી આશ્રય કેન્દ્રોની કુલ સંખ્યા 200 થશે અને એમેઝોન 2026ના અંત સુધીમાં 250 કેન્દ્રો સુધી પહોંચવાની તૈયારીમાં છે. કંપનીએ દિલ્હી એનસીઆર, મુંબઈ અને હૈદરાબાદ પછી ચોથું શહેર – બેંગલુરુમાં તેની મોબાઇલ આશ્રય વેનના વિસ્તરણની પણ જાહેરાત કરી. એમેઝોનના એમ્પ્લોયી એક્સપીરિયન્સ એન્ડ રિલેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ સેન્ડી ગોર્ડન અને નોર્થ અમેરિકા (એનએ) એમ્પ્લોયી રિલેશન્સ (ઈઆર)ના વાઇસ પ્રેસિડેન્ટ બ્રેન્ડન બ્રેનનની હાજરીમાં બે મોબાઇલ આશ્રય વેનને બેંગલુરુમાં લીલી ઝંડી બતાવવામાં આવી હતી.
“ઉત્સવની મોસમમાં ડિલિવરીમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે, તેથી ઉદ્યોગના ડ્રાઇવરોને તેમના રૂટ પર આરામની સુવિધા મળે તે પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે. આશ્રય એક સરળ વિચાર પર બનાવવામાં આવ્યું હતું કે દરેક ડિલિવરી ડ્રાઇવર પછી ભલે તે એમેઝોન માટે ડિલિવરી કરે કે અન્ય કોઈ માટે, તેમના કામકાજના દિવસ દરમિયાન આરામ કરવા માટે સ્વચ્છ, ઠંડી જગ્યાનો હકદાર છે. 200 કેન્દ્રો સુધી વિસ્તરણ અને વધુ શહેરોમાં મોબાઇલ વેન લાવવાનો અર્થ એ છે કે અમે વધુ શહેરોમાં વધુ ડ્રાઇવરોને જરૂર હોય ત્યારે તેમના સુધી પહોંચી શકીશું. આ વિસ્તરણ એમેઝોન ઇન્ડિયાના 2026માં ઈંગછ થ2,800 કરોડ ( ઞજઉ 300 મિલિયન)થી વધુના વ્યાપક રોકાણનો એક ભાગ છે, જે તેના ઓપરેશન નેટવર્કમાં સહયોગી સલામતી, આરોગ્ય અને નાણાકીય સુખાકારીને મજબૂત બનાવવા માટે છે,” એમ એમેઝોન ઇન્ડિયાના ડિરેક્ટર – ઓપરેશન્સ સલીમ આર. મેમણે જણાવ્યું હતું.
2024માં દિલ્હી એનસીઆરમાં આશ્રય સેન્ટરો શરૂ કરાયાં ત્યારથી ભારતમાં તેના પ્રકારની સૌથી મોટી ડિલિવરી ડ્રાઇવર કલ્યાણ પહેલોમાંની એક બનવા માટે ઝડપથી આગળ વધી છે. આશ્રય સેન્ટર્સ બધા ડિલિવરી ડ્રાઇવરો માટે ખુલ્લાં છે, જેમાં એમેઝોન માટે ડિલિવરી ન કરતા ડ્રાઈવરોનો પણ સમાવેશ થાય છે અને તેમાં એર-કન્ડિશન્ડ સીટિંગ, પીવાનું પાણી, મોબાઇલ ફોન માટે ચાર્જિંગ પોઇન્ટ, સ્વચ્છ વોશરૂમ, ફર્સ્ટ-એઇડ કિટ અને આરામદાયક આરામ કરવાની જગ્યા છે. દરેક સેન્ટરમાં એક સમયે 10-15 લોકો રહી શકે છે, અનુકૂળ પાર્કિંગ સાથે પ્રતિ મુલાકાત 30 મિનિટ સુધી મફત પ્રવેશ અપાય છે અને પેટ્રોલપંપ અને કમર્શિયલ જગ્યાઓ જેવાં વધુ અવરજવરવાળાં સ્થળોએ સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી આખું વર્ષ કાર્યરત રહે છે. સરળતાથી શોધ માટે આશ્રય સેન્ટરનાં સ્થાનો ગૂગલ મેપ પર સૂચિબદ્ધ છે.

રિલેટેડ ન્યૂઝ