પાટડીના મીઠાગોઢા ગામ પાસેથી કારમાંથી 12.49 લાખનો દારૂ મળ્યો


બીજી મોટર પાયલોટીંગ કરતી હતી: ચાલકો ફરાર

પાટડીના મીઠાગોઢા પાસેથી પાયલોટીંગ કરતી કાર સાથે 12.49 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે એક આરોપીને પકડ્યો, જ્યારે બે ફરાર થયા. બાતમીના આધારે, ડીવાયએસપી સ્ટાફે મીઠાગોઢા-મુલાડા રોડ પર વોચ ગોઠવી.દારૂ ભરેલી સ્વીફ્ટ ડીઝાયરનું પાયલોટીંગ કરતી હુન્ડાઈ આઈ-20 ગાડી સાથે સવલાસ ગામના ઈમ્તીયાઝખાન મહમદખાન મલેક ઝડપાયો. જોકે, સ્વીફ્ટ ડીઝાયરના ચાલક ઈમ્તીયાઝખાન બાપજીરાજ મલેક અને દીપક વાસુદેવ ઠાકોર અંધારાનો લાભ લઈ કાર છોડી ફરાર થયા. પોલીસે 1533 બોટલ દારૂ, 160 બિયર ટીન (કિંમત 2,44,623 રૂપિયા), બે કાર અને એક મોબાઈલ ફોન સહિત 12,49,623 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ફરાર આરોપીઓ સહિત ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. દસાડા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ