દ્વારકા-જામનગર જિલ્લાને વ્હેલી તકે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરો : પ્રવિણ મુસડિયા

મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું

કાલાવડ તાલુકા સહિત જામનગર, દેવભૂમિ દ્વારકા ,મોરબી અને સૌરાષ્ટ્રના વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા 76 વિધાનસભા વિસ્તાર ( ધ્રોલ-જોડિયા-કાલાવડ)ના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસડીયાને મુખ્યમંત્રને રજૂઆ કરી છે.
પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મુસડિયા એ પત્ર પાઠવી જણાવ્યું કે ગુજરાત રાજ્યના ખાસ કરીને કાલાવડ તાલુકા સહિત દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ થયો નથી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદ નહિવત્ અથવા જરૂરિયાત કરતાં ઘણો ઓછો થયો છે.
વરસાદના અભાવે ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક સુકાઈ ગયા છે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોએ બિયારણ, ખાતર, નિંદામણ, વાવેતર, દવા, મજૂરી તથા અન્ય ખેતીકાર્યો પાછળ મોટો ખર્ચ કર્યો છે. પરંતુ પૂરતો વરસાદ ન થવાથી પાક નિષ્ફળ ગયેલ છે અને જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે.
ખેડૂતોએ ખેતી માટે ઉછીના લીધેલાં નાણાં પરત કરવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સમયસર સહાય ન મળે તો તેમના પર આર્થિક બોજો વધુ વધશે.

રિલેટેડ ન્યૂઝ