જાફરાબાદ એસબીઆઇ બેન્કના પાસબુક એન્ટ્રી મશીન બંધ હાલતમાં

બન્ને પાસબુક એન્ટ્રી મશીનને રિપેર કરી ચાલુ કરવા લોક માંગ

જાફરાબાદ ખાતે આવેલ એસબીઆઈ બેંકમાં બેંક પાસબુકના મશીનો બે-બે હોવા છતાં પણ બંધ હાલતમાં છે. અમુક સમયે એન્ટ્રી પાડવાનું મશીન ચાલું હોય પરંતુ પાસબુકમાં એન્ટ્રી પડતી નથી. પડતી હાલાકીની ગંભીરતા લેવામાં આવતી નથી આ એસબીઆઈ બેંકમાં આવતા ગ્રામ્ય લોકો તથા શહેરી લોકો આ એન્ટ્રી મશીન સુધી જાય છે. અને પાસબુક એન્ટ્રી મશીન માં નાખે એટલે એરર આવી જતા હોય તથા અમુક સમયે સંપૂર્ણ બંધ હાલતમાં હોય છે. નાગરિકો ના છુટકે 5 થી 10 રૂપિયા ખર્ચીને બેંક પાસબુક માં એન્ટ્રી પાડવા ગ્રાહકો મજબૂર બન્યા છે.
પરંતુ જવાબદાર અધિકારી ગ્રાહકોને સારી એવી સુવિધા દેવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. બેંક પાસબુકમાં એન્ટ્રી પાડવા માટે બે મશીન હોવા છતાં એકપણ એન્ટ્રી મશીન ચાલુ હોવા છતાં બંધ હાલતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ગ્રાહકો દુર દુર સુધી ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાના રોજિંદા કામકાજ મુકીને વાહનોમાં ટીકીટ ખર્ચ કરી આ એસ.બી.આઈ બેંકમાં કામકાજ પતાવી બેંક પાસબુકમાં એન્ટ્રી મશીનમાં એન્ટ્રી પાડવા જાય ત્યારે ગ્રાહકોને ખબર પડે કે અહીં સુધીનો ફેરો ફોગટ ગયો. એસબીઆઈ બેંક મેનેજરે ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અને તાત્કાલિક ધોરણે શોભાના ગાંઠીયા સમાન એન્ટ્રી મશીનોનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ