મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ વિશ્ર્વકર્મા યોજનાનો શુભારંભ કરાવ્યો

ગુજરાતના બે લાખ નાના-મોટા કારીગરોને લાભ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદૃાર સરોવર નર્મદૃા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદૃા મૈયાના પાવન જળરાશીના વધામણાં જળ પૂજન કરીને કર્યા હતા. મુખ્યમંત્રી રવિવારે વહેલી સવારે એકતા નગર પહોંચ્યા હતા અને નર્મદૃાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દૃન વતી જન્મ દિૃવસ શભુચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ૭૭મા સ્વતંત્રતા દિૃવસના અવસર પર લાલ કિલ્લા પરથી દૃેશવાસીઓને ’વિશ્ર્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. પોતાના આ વચનને પરિપૂર્ણ કરતા વિશ્ર્વકર્મા જયંતી અને પોતાના જન્મદિૃવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘પીએમ વિશ્ર્વકર્મા’ યોજનાનો દિૃલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો.
‘પીએમ વિશ્ર્વકર્મા યોજના’ના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદૃાવાદૃ ખાતેથી સહભાગી થયા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રીએ અમદૃાવાદૃ ખાતેથી લાભાર્થીઓને લાભ એનાયત કરીને આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતિંસહ રાજપૂત તથા સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદૃીશ વિશ્ર્વકર્મા ઉપસ્થિત રહૃાા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહૃાું કે, નાના વ્યવસાયકારોના હુનર, ઉદ્યોગને સમયાનુરૂપ વિકાસ, તકો અને નવી ઓળખ આપવાનો પ્રયાસ આ ’પીએમ વિશ્ર્વકર્મા યોજના’થી વડાપ્રધાને કર્યો છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોમ્પિટિશનના આજના યુગમાં ’પીએમ વિશ્ર્વકર્મા યોજના’ નાના કારીગરોને ટ્રેિંનગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કરનારી આગવી યોજના બની રહેશે.
આ ’પીએમ વિશ્ર્વકર્મા યોજના’ નો લાભ ગુજરાતના બે લાખ જેટલા નાના-મોટા કારીગરોને મળશે. એટલું જ નહીં, દૃેશમાં અંદૃાજિત વીસ લાખ લોકો યોજનાથી લાભન્વિત થશે.

રિલેટેડ ન્યૂઝ