ભાવનગર જિલ્લામા સૌથીવધુ ડીઝલ માટેની લાઈનો ક્યાંય જોવામળી હોયતો તળાજા પંથકમાં જોવામળી.સતત દસેક દિવસ સુધી ડીઝલ માટે રાત દિવસ હડિયાપટ્ટીઓ કરતા લોકો ગઈકાલ થી ઓછા જોવા મળી રહ્યાછે.જોકે હજુ ડીઝલ ભરેલ 20 હજાર લીટર નો ટાંકોઆવે ને લોકોને ખબરપડે એટલે એવાત એટલીવાયુવેગે ફેલાય છેકે થોડીવારમા લાઈનો થઈજાય છે.પોલીસ બોલાવવી પડેતેવી સ્થિતિ સર્જાયછે. ખરેખર ડીઝલ ની આટલીબધી અછત છે?!તેવા સવાલો પેટ્રોલપંપ ના સંચાલકોને જ્યારે પૂછવામાં આવ્યા ત્યારેતેઓએ કબુલ્યું કે આટલીબધી અછત વર્તાવવાનું કારણ વધુપડતી સંગ્રહખોરી છે.પેટ્રોલપંપ ના સંચાલકોનો રૂબર સંપર્ક કરતા જાણવા મળ્યુંકે 20 હજાર લીટરનો ટાંકોઆવે તે અગાઉ સરેરાશ 5-6 દિવસ ચાલતો.મોટાભાગે પેટ્રોલપમ્પો વાળાએ આજ જણાવ્યું. પરંતુ હાલની સ્થિતિ એવીછેકે 6 દિવસ ચાલતો ડીઝલ નો જથ્થો માત્ર 6 કલાકમાં પુરોથઈ જાયછે.કેરબા,ટીપણી લઈને આવતા લોકોને સંતોષ જ નહોય તેવું જોવામળે છે. સરકારે નિયતમર્યાદામાંજ જથ્થો આપવા ની સલાહ બાબતે જણાવ્યું હતુ કે બધાજ વ્યક્તિ સાથેતેનું પાલન કરવુ શક્યનથી.દરોજના ગ્રાહકો,મોટી કંપની કે ઉદ્યોગકારો ને વધુ જથ્થો આપવો પડેછે.એક સંચાલક એ અનુભવ વર્ણવતા જણાવ્યું હતુકે કેરબમા 20 લીટર ડીઝલ ફિક્સ આપવાનું નક્કી કરતા કેટલાક લોકો બે ત્રણ કેરબા લઈને આવે.આગળ ટ્રેકટર કે અન્ય વાહન ઉભૂરાખે તેમાં મોટા ટીપડા મુક્યાહોય તેમા ઠાલવી ને ફરી લાઈનમાં ઉભારહી જાય.બીજી તરફ એવાય વ્યક્તિઓછે જે છેક પીથલપુર, ત્રાપજ,રાજસ્થળી થી ડિઝલ માટે તળાજા કે હાઇવેપરના પમ્પો ઉપર આવેછે.જોકે પહેલાની જેમ ટાંકો જાય અને ભરાય જાય તેવું બનતું નથી.પરંતુ જ્યારે છતથશે ત્યારે પેટ્રોલપંપ વાળા ને બે-ત્રણ મહિના સુધી નહિવત જેવી ઘરાકી રહશે તેટલો સંગ્રહ ખાસ કરીને ડીઝલનો તળાજા પંથકમાં કરીદેવામાં આવ્યોછે.
રિલેટેડ ન્યૂઝ
-
ભાવનગર જિલ્લામાં ડીઝલની તીવ્ર અછત હરિદ્વાર સહિતના ધાર્મિક પ્રવાસો માટે ટ્રાવેલ્સોની ભારે ડિમાન્ડ પરંતુ ઇંધણની અછતથી ઉદ્યોગ ભારે મુશ્કેલીમાં
યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિની સીધી માઠી અસર હવે ગુજરાતના પરિવહન ઉદ્યોગ પર વર્તાવા લાગી છે. છેલ્લા... -
ભાવનગરમાં સુભાષનગર આવાસ બિલ્ડિંગમાં સ્લેબ તૂટી પડ્યો, બે લોકોને ઈજા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજના ના બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં અચાનક સ્લેબનો મોટો ભાગ... -
માર્કેટિંગ યાર્ડમાં આવતી ખેત જણસ પર પણ અસર વર્તાઈ
ડીઝલની અછતને લઈ તળાજાના ખેડૂતો, વેપારીઓ, મજૂરોના ખિસ્સામાં પણ અછત વર્તાવવા લાગી ડીઝલ પેટ્રોલ ના ભાવમાં...
