એક દિવસ પ્રતિક ઉપવાસ આંદોલન કરી લડતને આગળ વધારવાનો નિર્ણય
હેવી વિજપોલ અને વિજલાઇન નાં વિરોધ માં ગોંડલ નાં મોવિયા માં ગઇકાલે શરુ થયેલુ ખેડુત આંદોલન આજે આટોપી લેવાયુ છે.
મોરબીનાં જેતપર માં આજ મુદ્દે ચાલી રહેલા આંદોલન નાં સમર્થન માં એક દિવસ માટે પ્રતિક ઉપવાસ આંદોલન કરાયા નું કિશાન સંઘર્ષ સમિતિ નાં આગેવાનોએ જણાવ્યું હતું.
વિજતંત્ર દ્વારા કોઈ નોટીસ આપ્યા વગર કે કોઇ વળતર ની સ્પષ્ટતા કર્યા વગર કાલાવડ થી ઘેલાસોમનાથ જઇ રહેલી 400 કે.વી.વિજલાઇન માટે ખેતરો માં હેવી ટાવરો નુ કામ શરુ કરાતા મોવીયા માં આંદોલન નાં મંડાણ કરાયાં હતાં.
ઉપવાસી છાવણી માં આ પ્રશ્ર્ને પુરતુ વળતર નહી અપાય અને યોગ્ય ઉકેલ નહી લવાય તો મહાસંમેલન બોલાવી વિજપોલ કાપી નાખવાં સુધી ની વાત કરી આંદોલન ઉગ્ર બનાવવાનું કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું.
પરંતુ આજે ઉપવાસી છાવણી સંકેલાતા કિશાન સંઘર્ષ સમિતી નાં દિલીપભાઈ ભલાળા,ભરતભાઈ કાલરીયા અને જીતેન્દ્રભાઇ ભલાણી એ મોરબી નાં જેતપર ખાતે ચાલી રહેલા ખેડુત આંદોલન નાં સમર્થન માં માત્ર એક જ દિવસ માટે નું પ્રતિક ઉપવાસ આંદોલન હોવાનું જણાવ્યું હતી.અન્ય આગેવાન રાજુભાઇ સખીયાએ કહ્યુ કે હવે બુધવાર નાં ગોંડલ માં શહિદ ભગતસિંહ ની પ્રતિમા થી ખેડુતો પ્રાંત કચેરીએ પંહોચી આ મુદ્દે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે.તેમ છતા વિજતંત્ર કે સરકાર દ્રારા કોઇ યોગ્ય ઉકેલ નહી આવેતો આ મુદ્દાને હાઇકોર્ટ માં લઇ જવાશે.
