કઝાકિસ્તાન સાથે ૧.૬ અબજ ડોલરની ડીલ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વની છે
અમેરિકાના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટો વિવાદૃ સામે આવી રહૃાો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને તેમની સરકારના મંત્રીઓ પર સરકારી ડીલના બહાને પોતાના ખિસ્સા ભરવાના ગંભીર આક્ષેપો થયા છે. એક મીડિયા રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે, અમેરિકન સરકારે તાજેતરમાં એક એવી મોટી ડીલ કરી છે જેનાથી ટ્રમ્પના દૃીકરાઓને અબજો રૂપિયાનો ફાયદૃો થવા જઈ રહૃાો છે. આ નફાકારક ડીલમાં ટ્રમ્પ પરિવારની સાથે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકનું નામ પણ સામે આવ્યું છે, જેના કારણે હવે ટ્રમ્પ પ્રશાસનની ‘અમેરિકા ફર્સ્ટની નીતિ સામે મોટા સવાલો ઊભા થયા છે.એક મીડિયા રિપોર્ટ બાદૃ આ આખો વિવાદૃ શરૂ થયો છે. આ અહેવાલ મુજબ, અમેરિકાએ તાજેતરમાં કઝાકિસ્તાન સાથે દૃુનિયાના સૌથી મોટા દૃુર્લભ ખનિજ ‘ટંગસ્ટનના ભંડારને વિકસાવવા માટે ૧.૬ અબજ ડોલર એટલે કે આશરે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની સરકારી ડીલ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સરકારી સોદૃાથી સીધેસીધો આર્થિક ફાયદૃો ડોનાલ્ડ ટ્રમ્પના દૃીકરાઓ અને તેમના વાણિજ્ય મંત્રીના પરિવારને થવાનો છે.કઝાકિસ્તાન સાથે થયેલો આ સોદૃો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી વ્યૂહનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. હાલમાં વૈશ્ર્વિક ટંગસ્ટન માર્કેટ પર ચીનનો સંપૂર્ણ કબજો છે અને ચીન સતત આ દૃુર્લભ ખનિજના એક્સપોર્ટ પર પ્રતિબંધો વધારી રહૃાું છે. ટંગસ્ટનનો ઉપયોગ મિસાઇલ વોરહેડ્સ, ફાઈટર જેટ્સ, સેમિકન્ડક્ટર્સ અને કટોકટીના સમયની એડવાન્સ સૈન્ય ટેક્ધોલોજીમાં થાય છે. અમેરિકા આ ડીલ દ્વારા ચીન પરની પોતાની નિર્ભરતા ખતમ કરવા માગે છે, પરંતુ હવે ટંગસ્ટન કરતાં વધુ ચર્ચા તે ચહેરાઓની થઈ રહી છે જેમની તિજોરીઓ આ સરકારી સોદૃાથી ભરાવાની છે.દૃસ્તાવેજો અનુસાર, સરકારી ડીલની વાતચીત દૃરમિયાન જ ટ્રમ્પ અને તેમના મંત્રીઓના પરિવારો આ સોદૃામાં ભાગીદૃારી ખરીદૃી રહૃાા હતા.
