એમેઝોન બિઝનેસે 2025માં ભારતીય વ્યવસાયો માટે રૂા.2,000 કરોડથી વધુ રકમ અનલોક કરી

એમેઝોન બિઝનેસે આજે જાહેર કર્યું છે કે તેણે વર્ષ 2025માં સમગ્ર ભારતમાં વ્યવસાયોને રૂા.2,000 કરોડથી વધુનું નાણાકીય મૂલ્ય પ્રાપ્ત કરવા સક્ષમ બનાવ્યા છે. માઇક્રો-એન્ટરપ્રાઇઝ અને જખઇથી લઈને મોટા કોર્પોરેશન સુધી, તમામ કદની સંસ્થાઓને કેશબેક રિવોર્ડ્સ, બલ્ક ડિસ્કાઉન્ટ અને એમેઝોન બિઝનેસ પર એક્સક્લુઝિવ ડીલ્સ દ્વારા કોઈને કોઈ લાભ મળ્યો છે. આ મૂલ્યનો નોંધપાત્ર હિસ્સો એમેઝોન બિઝનેસ પર સીમલેસ ૠજઝ-અનુરૂપ ઇન્વોઇસિંગ દ્વારા પણ સંચાલિત હતો, જેણે વ્યાવસાયિક ખરીદીમાં લાંબા સમયથી અનુપસ્થિત પારદર્શિતા લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે – એક એવી જગ્યાએ જ્યાં ૠજઝ ઇન્વોઇસ ઍક્સેસ કરવો ઐતિહાસિક રીતે ઑફલાઇન ચેનલોમાં બોજારૂપ અને અસંગત રહ્યો છે.
આ દેખીતું અને માપી શકાય તેવું મૂલ્ય જ સમગ્ર ભારતમાં એમેઝોન બિઝનેસને મજબૂત રીતે અપનાવવાનું કારણ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં, એકંદર વેચાણ 40%થી વધુના ઈઅૠછ, લગભગ 35%ના જથ્થાબંધ વેચાણ અને 30%ના રજિસ્ટર્ડ ગ્રાહકના આધારમાં વૃદ્ધિ થઈ છે – જે ફક્ત પ્રયોગો જ નહીં, પરંતુ એમેઝોન બિઝનેસ પર ખરીદીને એકીકૃત કરવા પરત્વેના ઇરાદાપૂર્વકના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ઉત્તર અને પશ્ચિમમાં સુરત અને લુધિયાણા જેવા ટિયર 2 અને ટિયર 3 શહેરો, કોઈમ્બતુર અને કોચી ઉપરાંત દક્ષિણમાંના અન્ય શહેરોમાં વ્યવસાયો દ્વારા તેને સૌથી મજબૂત રીતે અપનાવવામાં આવ્યું છે, જે હવે ગ્રાહક આધારના 70%થી વધુનું પ્રતિનિધિત્વ કરે છે, જે બાબત ભાર મૂકે છે કે ડિજિટલ ખરીદી તરફનું પરિવર્તન હવે મેટ્રો પૂરતી સિમિત્ત ઘટના નથી. આ વૃદ્ધિ સમગ્ર ભારતમાં વ્યવસાયો માટે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ખરીદીને વધુ સુલભ અને વધુ લાભદાયી બનાવવા માટે સતત રોકાણ દ્વારા પ્રેરિત થઈ છે.

રિલેટેડ ન્યૂઝ