ટિપ્કો એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડનો આઈપીઓ 23 માર્ચ, 2026ના રોજ ખુલશે

ટિપ્કો એન્જિનિયરિંગ ઈન્ડિયા લિમિટેડ એક ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની છે જે ઇન્ડસ્ટ્રિયલ પ્રોસેસ મશીનરીની ડિઝાઇન, ફેબ્રિકેશન, એસેમ્બલી અને સપ્લાયમાં રોકાયેલી છે, તેણે 23 માર્ચ, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ બીએસઇ એસએમઇ પર લિસ્ટેડ થનારા શેર સાથે રૂા.60.55 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ રૂા.10ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર રૂા.84 – રૂા.89ની પ્રાઇજ બેન્ડ સાથે 68,03,200 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
એન્કર પોર્શન – 17,20,000 ઇક્વિટી શેર સુધી
ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 11,56,800 ઇક્વિટી શેરથી વધુ નહીં (એન્કર પોર્શન સિવાય)
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 8,73,600 ઇક્વિટી શેરથી ઓછા નહીં
ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 20,32,000 ઇક્વિટી શેરથી ઓછા નહીં
માર્કેટ મેકર – 10,20,800 ઇક્વિટી શેર સુધી
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ અમારા તમામ અથવા ચોક્કસ ઉધારની ચુકવણી/ પૂર્વચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ શુક્રવાર, 20 માર્ચ, 2026ના રોજ છે, જ્યારે ઇશ્યુ સોમવાર, 23 માર્ચ, 2026ના રોજ ખુલશે અને બુધવાર, 25 માર્ચ, 2026ના રોજ બંધ થશે.
આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર સ્માર્ટ હોરાઇઝન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે, અને રજિસ્ટ્રાર માશિતલા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે.

રિલેટેડ ન્યૂઝ