જનરાલી સેન્ટ્રલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકેના પ્રથમ નાણાકીય પરિણામોમાં કંપનીએ આજે નાણાકીય વર્ષ 2025-2026 માટેના તેના વ્યવસાયિક અને નાણાકીય પર્ફોમન્સની જાહેરાત કરી છે.કંપનીએ નાણાકીય વર્ષ 2024-2025ની સરખામણીએ નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન વ્યક્તિગત નવા બિઝનેસ પ્રીમિયમમાં અસાધારણ 102%ની વૃદ્ધિ નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2024-2025માં રૂા.476 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025-2026માં રૂા.964 કરોડ સુધી પહોંચી છે. આ ઉપરાંત, કંપનીએ નાણાકીય વર્ષ 2025-2026 માટે 99.57%નો ઉત્કૃષ્ટ વ્યક્તિગત ક્લેમ સેટલમેન્ટ રેશિયો નોંધાવીને ગ્રાહક-કેન્દ્રી અભિગમ પણ દર્શાવ્યો છે.
જનરાલી સેન્ટ્રલ લાઇફ ઇન્શ્યોરન્સ એ વીમા ક્ષેત્રની વૈશ્વિક અગ્રણી કંપની જનરાલી અને સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા વચ્ચેનું સંયુક્ત ઉદ્યમ છે, જે આંતરરાષ્ટ્રીય કુશળતા અને બેંકિંગના સ્થાનિક વારસાનોસુભગ સમન્વય છે.
કંપનીની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) પણ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ તરીકે ઉભરી આવી છે, જે 19 ટકાની મજબૂત વૃદ્ધિ સાથે નાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન રૂા.10,000 કરોડના સીમાચિહ્નને પાર કરીને રૂા.10,470 કરોડ સુધી પહોંચી ગઈ છે.આ વૃદ્ધિ ફંડ મેનેજમેન્ટની મજબૂત ક્ષમતાઓ અને પોલિસીધારકોના કાયમી વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
કંપનીનું ગ્રોસ રિટન પ્રીમિયમ નાણાકીય વર્ષ 2024-2025માં રૂા.2511 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025-2026માં 16%ની વૃદ્ધિ સાથે રૂા.2910 કરોડ સુધી પહોંચી ગયું છે, જે વ્યક્તિગત અને ગ્રૂપ એમ બંને સેગમેન્ટ્સમાં વૃદ્ધિની સ્થિર ગતિને દર્શાવે છે.
