કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ (સીઆઈ) ક્ષેત્ર માટે ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઇડર ક્લીનમેક્સે, પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે ગ્રીન ડેટ સિક્યોરિટીઝ (એનએસડી) મારફતે ₹2,500 કરોડ એકત્ર કર્યા છે. એનએસડી ઇશ્યૂને પાંચ શ્રેણીમાં માળખાગત કરવામાં આવ્યો હતો, જેની મુદત 2 વર્ષથી 10 વર્ષ સુધીની છે અને ફિક્સ્ડ રેટ માળખા હેઠળ કૂપન રેટ 8.25%થી 8.76% વચ્ચે રહ્યો હતો. આ ઇશ્યૂમાં આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક રોકાણકારોની વ્યાપક ભાગીદારી જોવા મળી હતી. આ ઇશ્યૂ સપ્ટેમ્બર 2026માં ક્લીનમેક્સને મળેલા પ્રથમ ક્રિસીલ એએ/સ્ટેબલ રેટિંગ બાદ આવ્યો છે, જે કંપનીના કોર્પોરેટ ક્રેડિટ તેમજ એનએસડી પ્રોગ્રામ બંનેને આપવામાં આવ્યું છે.
ક્લીનમેક્સના ગ્રીન બોન્ડ ફ્રેમવર્ક હેઠળ જારી કરવામાં આવેલા આ બોન્ડ્સ માટે ગ્રીન ફંડના ઉપયોગ અંગે નિર્ધારિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેના હેઠળ મોટા પાયાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ ફાળવવામાં આવશે. આ ફ્રેમવર્કની સ્વતંત્ર સમીક્ષા કેરએજ એડવાઈઝરી દ્વારા કરવામાં આવી છે, જેમાં લાગુ પડતા સેબી નિયમો અને આઈસીએમએ ગ્રીન બોન્ડ પ્રિન્સિપલ, 2025 સાથે તેની સુસંગતતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ ભંડોળ રેટેડ, સિક્યોર્ડ, લિસ્ટેડ અને રિડીમેબલ નોન-ક્ધવર્ટિબલ ડિબેન્ચર્સ (એનએસડી) મારફતે પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે એકત્ર કરવામાં આવ્યું છે.
ગ્રીન બોન્ડ્સ બે એવા પાસાંને એકસાથે લાવે છે, જેનું મહત્વ સતત વધી રહ્યું છે – મૂડી અને ક્લાઇમેટ એક્શન. આ ઇશ્યૂ સંસ્થાકીય મૂડીને રિન્યુએબલ એનર્જી તરફ દોરી જાય છે અને સાથે જ રોકાણકારોને ક્લીનમેક્સના વિકાસમાં ભાગીદાર બનવા માટે વધુ એક માર્ગ પ્રદાન કરે છે.
રોકાણકારોની ગુણવત્તા અમારા મજબૂત ફંડામેન્ટલ્સ અને અમારા કોન્ટ્રાક્ટેડ કેશ ફ્લોઝની આગાહીક્ષમતામાં રહેલા વિશ્વાસને પણ દર્શાવે છે, તેમ કુલદીપ જૈન, ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર, ક્લીનમેક્સ એ જણાવ્યું હતું.
