શિક્ષણના મહાકુંભ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, CM ભુપેન્દ્ર પટેલે બાળકો સાથે કર્યો સંવાદ

રાજ્યભરમાં આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવાયો 

રાજ્યભરમાં આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની વડગામના મેમદપુરમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં 17 માં શાળા પ્રવેશોત્સવનો આજથી શુભારંભ થયો છે. 18,000 ગામની 32,013 સરકારી શાળામાં બાળકોને પ્રવેશ કરાવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 2 વર્ષ બાદ શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. કારોનાકાળમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બંધ રહ્યો હતો.

ગુજરાતની વિવિધ શાળાઓમાં 23, 24 અને 25 જૂન યોજાઈ રહ્યો છે. કલસ્ટર રિવ્યુ અને તાલુકા રિવ્યુ આ પ્રવેશોત્સવમાં નવી બાબત તરીકે ઉમેરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા આજથી આગામી ત્રણ દિવસ એટલે કે 23, 24 અને 25 જૂનથી તેના 17મા શાળા પ્રવેશોત્સવની શરુઆત કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના વડગામ તાલુકાની મહમદપુરા પ્રાથમિક શાળાથી કરી છે. બીજા દિવસે મુખ્યમંત્રી તાપી જિલ્લાના નિઝર તાલુકાની રુમકિતલાવ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે અને કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેમનગર પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવશે. મહત્વપુર્ણ છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી (વર્ષ 2020-21અને 2021-22) આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને વર્ષ (2019-20)માં ચક્રવાતને કારણે આ કાર્યક્રમનું આયોજન થઈ શક્યું ન હતું.

રિલેટેડ ન્યૂઝ