એક સમયના કોંગ્રેસના ગઠમાં ઘરે ઘરે ખીલવ્યું કમળ, ગલી-મહોલ્લા સુધી વિકાસની ગંગોત્રી વહાવી: તાલુકા-જિલ્લા પંચાયતથી નગરપાલિકા સુધી અવિચળ એકહથ્થુ શાસન, વિરોધીઓનું રાજકીય નામાભિધાન ભૂંસી નાખ્યું
રાજકીય પંડિતો જેને ‘કોંગ્રેસનો અજેય દુર્ગ’ કહેતા, તે ઉના-ગીરગઢડાની ધરતી પર છેલ્લા પચીસ વર્ષથી એક જ નામનો નાદ ગુંજે છે: કાળુભાઈ રાઠોડ. ચાણક્યની મુત્સદ્દીગીરી, સરદારની ખુમારી અને એક સાચા જન સેવકની કરુણા ધરાવતા કે.સી. રાઠોડે ‘કિંગમેકર’ની ઉપમાને સાર્થક કરી છે. તેમણે માત્ર ચૂંટણીઓ જ નથી જીતી, પરંતુ જનમાનસના હૃદયસિંહાસન પર અડગ આસન જમાવ્યું છે. ગલી-મહોલ્લાથી લઈને શહેરના રાજમાર્ગ સુધી, તેમની રાજનીતિનો પરચમ એટલો પ્રચંડ છે કે આજે ઘરે ઘરે કમળ ખીલી ઊઠ્યું છે.અઢી દાયકાની દેદીપ્યમાન રાજકીય યાત્રામાં કે.સી. રાઠોડે બે અમોઘ શસ્ત્રો ધારણ કર્યા: એક ‘વિકાસ’ અને બીજું ‘ચાણક્યનીતિ’. એક હાથે તેમણે વિકાસ કાર્યોનો અવિરત યજ્ઞ પ્રજ્વલિત રાખ્યો, તો બીજા હાથે વિરોધીઓના કાવાદાવા અને કુટિલ ચાલોના મૂળિયાં ક્ષણમાં ઉખેડી નાખ્યા. આ જ કુનેહનું પરિણામ છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા: ત્રણેય સત્તાસ્થાનો પર તેમણે એકલા હાથે અભેદ્ય એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. વિરોધી પક્ષોની રાજકીય ભૂમિ તેમના ચરણો તળેથી સરકી ગઈ છે, અને આજે તેઓ નામશેષ થવાને આરે ઊભા છે.
એક સમયે રાષ્ટ્રની રાજનીતિની ધરી ગણાતા કોંગ્રેસ પક્ષની ઉના-ગીરગઢડામાં દશા એવી કરી દીધી છે કે ચૂંટણીના રણમેદાનમાં ઉતારવા માટે ઉમેદવારો, ખભે ખભો મિલાવવા ટેકેદારો અને ઝંડો ઊંચકવા કાર્યકરો શોધવા પણ દુર્લભ થઈ પડ્યા છે. નવોદિત આમ આદમી પાર્ટીના ખભા પર બંદૂક મૂકીને રાજકીય વૈતરણી પાર કરવાના કોંગ્રેસના મનસૂબા પણ કે.સી. રાઠોડની ચતુરાઈ સામે ધૂળધાણી થઈ ગયા. તેમણે માત્ર ચૂંટણી નથી હરાવી, વિરોધીઓનું મનોબળ જ ભાંગી નાખ્યું છે.ઉના-ગીરગઢડા તાલુકાની 11માંથી 9 બેઠક પર કેસરિયો લહેરાવીને ગીર સોમનાથ જિલ્લા પંચાયતને અજેય કિલ્લામાં ફેરવી દીધી.તાલુકા પંચાયત પર આધિપત્ય રચી દીધું ઉના તાલુકા પંચાયતની 26માંથી 20 બેઠક કબજે કરીને સત્તાના સિંહાસનને વધુ મજબૂત કર્યું.ઉના નગરપાલિકાના 9 વોર્ડની 36માંથી 36 બેઠક પર ઐતિહાસિક એકતરફી વિજય મેળવીને અઅઙ-કોંગ્રેસ નું રાજકીય નામાભિધાન ભૂંસી નાખ્યું.દસ વર્ષ પૂર્વે ઉનાથી વિભાજિત થયેલા ગીરગઢડા તાલુકામાં પણ પોતાનો પ્રતાપ બતાવ્યો. તાલુકા પંચાયતની 20માંથી 17 બેઠક જીતાડીને ત્યાં પણ ભગવો લહેરાવ્યો. જાણે તેમનો વિજયરથ જ્યાંથી પસાર થાય ત્યાં કમળ જ ખીલે.
‘હું તો પ્રજાનો સેવક છું’: ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ
લોકહૈયે વસેલા નેતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું સૌથી મોટું જમાપાસું એટલે તેમની ‘પ્રજાવત્સલ’ છબી. મધરાત હોય કે મધ્યાહ્ન, સુખ હોય કે દુ:ખ, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તેઓ પ્રજાની વહારે ધસી જાય છે. તન, મન અને ધનથી નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ તેમના રક્તકણોમાં વણાઈ ગયું છે. એટલે જ આજે ઉના-ગીરગઢડાનો બાળક, યુવાન અને વડીલ સૌ કોઈ ગર્વથી કહે છે: ‘અમારા કાળુભાઈ’.કોઈ મોટા નેતાના ટેકા વગર, એકલા પંડે, સ્વયંભૂ તાકાતથી તેમણે તાલુકા પંચાયતથી નગરપાલિકા સુધી ભાજપનો ગઢ અજેય બનાવ્યો છે. ચાણક્યની કૂટનીતિ, છત્રપતિની શૌર્યતા અને સંતની સાદગીનો ત્રિવેણી સંગમ એટલે કે.સી. રાઠોડ. તેમણે માત્ર ચૂંટણી નથી જીતી, રાજકીય પ્રતિસ્પર્ધીઓના હૈયામાંથી હરીફાઈની ભાવના જ હરી લીધી છે. ઉના-ગીરગઢડાની ધરા પર તેમણે ખરા અર્થમાં કેસરિયો અજર-અમર કરીને ‘જાયન્ટ કિલર’ અને ‘યુગપુરુષ’ તરીકેની અમીટ છાપ અંકિત કરી છે.
વિકાસની અવિરત વણથંભી યાત્રા: શહેરથીગ્રામસુધી
નગર ઉનાનું નવસર્જન:ઉના શહેરની કાયાપલટ કરી નાખી. વિશાળ અને મજબૂત રસ્તાઓનું જાળું, ઘરે ઘરે શુદ્ધ પાણી, ચોખ્ખાઈનો આગ્રહ, રળિયામણા બગીચા, ઝળહળતી સ્ટ્રીટ લાઈટ, યોગ-આરોગ્ય માટે યોગા કેન્દ્ર, શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ, લોકદાયરા માટે ઓપન એર થિયેટર, શોભતા સર્કલ અને સી.સી. માર્ગો: આ બધું કે.સી. રાઠોડની દેન છે. તેમના અથાક પરિશ્રમ થી ઉના નગરપાલિકાએ ‘ગુજરાતનીશ્રેષ્ઠનગરપાલિકા ’નું ગૌરવવંતુ બિરૂદ પ્રાપ્ત કર્યું છે. તાલુકાના અંતરિયાળ ગામડાંઓ સુધી વિકાસની સુવાસ પહોંચાડી. ગ્રામ્ય વિસ્તારમાં સુદ્રઢ પહોળા માર્ગો, નાળા, પુલિયા, નદીઓ પર ચેકડેમની હારમાળા, આધુનિક સુવિધાયુક્ત શાળા ભવન, નંદઘર સમા બાલવાડી કેન્દ્ર, ગામે ગામે આરોગ્ય મંદિર, સુશોભિત ગ્રામ પંચાયત ભવન, સમાજ માટે કોમ્યુનિટી હોલ અને જ્ઞાનમંદિર સમી લાઇબ્રેરીનું નિર્માણ કર્યું. કરોડોની સરકારી ગ્રાન્ટને પ્રજાલક્ષી વિકાસમાં પલટાવીને તેમણે ‘જનનાયક’ની ઉપાધિ સાર્થક કરી છે.મત્સ્યોદ્યોગ અને ખેતી પર નિર્ભર ઉના તાલુકાની નસ પારખીને તેમણે નવાબંદરના સાગરકાંઠે અતિભવ્ય જેટીનું નિર્માણ કરાવ્યું. સૈયદ રાજપરા બંદરની સુરક્ષા માટે મજબૂત પ્રોટેક્શન દિવાલો અને સમગ્ર બંદરીય વિકાસને નવી દિશા આપી. ખેડૂતો માટે અદ્યતન ખેતીવાડી કચેરી, જમીનવિહોણા માટે મફત પ્લોટ યોજના અને વર્ષોથી અંધકારમાં સબડતા ગરીબ-વંચિત પરિવારોના ઝૂંપડે વીજળીનો દીવો પ્રગટાવીને તેમના જીવનમાં ઉજાસ પાથર્યો છે.
જ્ઞાતિવાદના ઝેરને અમૃતમાં પલટાવનાર મુત્સદ્દી
જિલ્લા પંચાયતની સીમર બેઠક પર એક સમયે વિરોધીઓએ જ્ઞાતિવાદનું વિષવમન કરીને સમાજને વહેંચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરંતુ રાજકાજ ના માહિર ખેલાડી કે.સી. રાઠોડે પોતાની દીર્ઘદૃષ્ટિ, અનુભવ અને અડગ નેતૃત્વથી આ બેઠકને જ્ઞાતિવાદના કલંકથી બચાવી લીધી. સવર્ણ સમાજના ઉમેદવારને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવીને તેમણે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને જીવંત કર્યો અને સર્વસમાજની રાજનીતિનો નવો અધ્યાય લખ્યો.
