એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે રાજુલામાં સંજીવની ઇમરજન્સી કેર સેન્ટરના પ્રારંભને સમર્થન આપ્યું

ગ્રામીણ ગુજરાતમાં ઇમરજન્સી આરોગ્યસેવાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાંરૂપે, એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે ગુજરાતના રાજુલામાં સ્થિત મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્ર ખાતે 12 બેડ ધરાવતી ટ્રોમા અને ઇમરજન્સી સારવાર સુવિધા ‘સંજીવની ઇમરજન્સી કેર સેન્ટર’ની સ્થાપનાને સમર્થન આપ્યું છે. આ પહેલથી રાજુલા તથા આસપાસના તાલુકાઓમાં વસતા હજારો લોકોને લાભ મળશે, જ્યાં અત્યાર સુધી આધુનિક ઇમરજન્સી આરોગ્યસુવિધાઓની ઉપલબ્ધતા મર્યાદિત રહી છે.
સંજીવની ઇમરજન્સી કેર સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનસેરિયા, શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં પ્રખ્યાત આધ્યાત્મિક નેતા મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિએ પણ પ્રસંગને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.
મહાત્મા ગાંધી આરોગ્ય કેન્દ્રની સ્થાપના શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા રાજુલા અને આસપાસના તાલુકાઓના ગ્રામજનોને નિ:શુલ્ક અને ગુણવત્તાસભર આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાના દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવી છે. હાલમાં હોસ્પિટલમાં ઇન્ડોર તથા આઉટડોર સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ડેન્ટલ કેર, ગાયનેકોલોજી સેવાઓ, ડાયાલિસિસ યુનિટ, એક્સ-રે અને પેથોલોજી લેબોરેટરી, ફિઝિયોથેરાપી વિભાગ તેમજ મેડિકલ સ્ટોરનો સમાવેશ થાય છે. આગામી વર્ષોમાં હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક્સ, કાર્ડિયોલોજી અને જનરલ સર્જરી જેવા વિશેષ વિભાગોની શરૂઆત કરવાની પણ યોજના છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આરોગ્યસેવાની ઉપલબ્ધતા વધુ મજબૂત બનશે.
આ પહેલ અંગે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગિરીશ અગરવાલે જણાવ્યું હતું કે, સમયસર ઇમરજન્સી સારવાર સુધી પહોંચ કોઈપણ સમુદાય માટે સૌથી મહત્વપૂર્ણ આરોગ્યસંબંધી જરૂરિયાતોમાંથી એક છે.

રિલેટેડ ન્યૂઝ