સ્વાસ્થ્ય ક્ષેત્રે હવે એક પરિવર્તનલક્ષી પહેલ થઈ રહી છે, જ્યાં દર્દીઓ માત્ર સારવાર મેળવનાર જ નહીં, પરંતુ સારવાર પ્રક્રિયાના સક્રિય ભાગીદાર પણ બની રહ્યા છે. અમદાવાદમાં તાજેતરમાં શરૂ થયેલું ’લ્યુપસ પેશન્ટ સપોર્ટ ગ્રુપ’ અન્ય શહેરો માટે પણ દર્દી-કેન્દ્રિત સેવા અને જાગૃતિ માટે એક પ્રેરણારૂપ સ્ત્રોત બની રહેશે, જે જટિલ ઓટોઇમ્યુન (સ્વયંપ્રતિરક્ષા) રોગોથી પીડાતા વ્યક્તિઓ માટે સહાયક પ્રણાલી (સપોર્ટ સિસ્ટમ) મજબૂત બનાવશે.
રુમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત (RAG) દ્વારા કરવામાં આવતા સતત જાગૃતિના પ્રયાસોના ભાગરૂપે, ’અંતરધ્વનિ’ સંસ્થાના સહયોગથી ‘લ્યુપસ પેશન્ટ સપોર્ટ ગ્રુપ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અંદાજે 150 જેટલા દર્દીઓ અને તેમના પરિવારોએ નિષ્ણાત ડોક્ટરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ચર્ચામાં નિષ્ણાતોએ ખૂબ જ સરળ રીતે સમજાવ્યું હતું કે, લ્યુપસ કઈ રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને વિવિધ અંગોમાં સોજો કે અન્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય અને ગર્ભાવસ્થા પર લ્યુપસની અસરો વિશે પણ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર પહેલનો મુખ્ય હેતુ દર્દીઓને શિક્ષિત કરવાનો, રોગનું વહેલું નિદાન કરવામાં મદદરૂપ થવાનો અને એક એવો સમુદાય બનાવવાનો છે જ્યાં દરેક દર્દીને યોગ્ય સંભાળ અને હૂંફ મળી રહે.
’લ્યુપસ પેશન્ટ સપોર્ટ ગ્રુપ’નો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓ, તેમના પરિવારજનો અને નિષ્ણાત ડોક્ટરોને એક મંચ પર સાથે લાવવાનો છે. આ ગ્રુપ દ્વારા દર્દીઓને બીમારી વિશેનું ચોક્કસ માર્ગદર્શન, વિશ્વસનીય તબીબી માહિતી અને સૌથી અગત્યનું-માનસિક અને ભાવનાત્મક ટેકો પૂરો પાડવામાં આવે છે. લ્યુપસ એ એક લાંબા ગાળાનો ઓટોઇમ્યુન રોગ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી સ્વસ્થ પેશીઓ પર જ હુમલો કરવા લાગે છે. આના કારણે ત્વચા, સાંધા, કિડની, હૃદય, ફેફસાં અને મગજ જેવા મહત્વના અંગોમાં બળતરા થઈ શકે છે અને તેમને નુકસાન પહોંચી શકે છે. આ સપોર્ટ ગ્રુપ દ્વારા દર્દીઓ આ જટિલતાઓને સમજીને નિષ્ણાતોની દેખરેખ હેઠળ સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવી શકે તેવો પ્રયાસ કરવામાં આવે છે.
રુમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાત (છઅૠ)ના પ્રેસિડેન્ટ ડો. રીના શર્મા જણાવે છે કે, લ્યુપસ જેવી બીમારી સામે લડવા માટે ’જાગૃતિ’ એ આપણું સૌથી શક્તિશાળી સાધન છે. ઘણીવાર શરૂઆતના લક્ષણોની સમજ ન હોવાને કારણે દર્દીઓ નિષ્ણાત પાસે મોડા પહોંચે છે, જેનાથી સારવારમાં વિલંબ થાય છે. આ સપોર્ટ ગ્રુપ જેવી પહેલ આ અંતરને દૂર કરવામાં અને સમયસર તબીબી હસ્તક્ષેપ લેવા માટે પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. લ્યુપસના સામાન્ય લક્ષણોમાં ચહેરા પર પતંગિયા આકારના લાલ ફોલ્લીઓ થવી, સાંધામાં સતત દુખાવો, અતિશય થાક લાગવો અને પ્રકાશ (સૂર્યપ્રકાશ) પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ’રેનાઉડ’ (છફુક્ષફીમ’ત) નામની સ્થિતિ પણ જોવા મળે છે જેમાં ઠંડી કે તણાવને કારણે હાથ-પગની આંગળીઓના રંગ બદલાઈ જાય છે. આ લક્ષણોને વહેલા ઓળખીને તબીબી માર્ગદર્શન મેળવવું એ જ લાંબા ગાળાના સ્વાસ્થ્યની ચાવી છે.
