કોર્ટમાં રજૂ કરતા બે દિવસની પોલીસ કસ્ટડી
ડિસેમ્બર 2025માં ઘોઘલા નિવાસી જીતેન્દ્ર પરબત બારિયા ઉપર દીવ પોલીસે ફરિયાદ નોંધાતા જીતેન્દ્ર પરબતે શેસન કોર્ટ દીવમાં આગોતરા જમીનની માંગણી કરી હતી. કોર્ટ આગોતરા જમીન ના મંજૂર કરતા જીતેન્દ્ર પરબતે હાઈકોર્ટનો સહારો લીધો હતો. મુંબઈ હાઈકોર્ટ પોલીસને એરેસ્ટ નહી કરવા માટે ઓર્ડર કર્યો હતો. જેના જવાબમાં દીવ પોલીસે હાઈકોર્ટને જણાવ્યું કે અમે સેક્સન 35(3) બી.એન.એસ.એસ મુજબ તપાસ માટે બોલાવશું ત્યારબાદ દીવ પોલીસે તપાસમાં આવવા માટે ત્રણ દિવસ સુધી સતત નોટીસ પાઠવેલ હતી. જીતેન્દ્ર પરબત ત્રણેય દિવસ પોલીસ સ્ટેશનમાં હાજર રહેલ આજે દીવ પોલીસે જીતેન્દ્ર પરબતની ધરપકડ કરી અને દીવ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ સોમવાર સુધીની પોલીસ કસ્ટડી આપેલ છે. કેસની તપાસ પી.એસ.આઈ-એસ.એચ.ઓ ભાવિની હલપતિ કરી રહેલ છે.
