દ્વારકા, સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી, ભાવનગર, જૂનાગઢ કલેકટરે અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીની સમીક્ષાા કરી
જામનગર, રાજકોટ, ભાવનગરમાં SDRFની એક-એક ટીમ તૈનાત
બંગાળની ખાડીમાં સર્જાયેલુ ડિપ્રેશન મજબુત બનીને ગુજરાત તરફ આગળ વધી રહયું છે. આજથી બે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાતા તંત્ર એલર્ટ બન્યું છે. જામનગરમાં એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. જયારે ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ કલેકટરે મહત્વની બેઠક યોજી ઝીરો કેઝયુઆલીટીના અભિગમને અનુસરતા આગોતરા પગલા લેવા અને નાગરીકો માટે મહત્વના સુચનો જાહેર કરવામાં આવ્યા છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તા.31 ના રોજ અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, તાપી, આણંદ, ડાંગ, નર્મદા વગેરે જિલ્લામાં છુટાછવાયા સ્થળે 8 ઇંચ સુધીના વરસાદનું રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તા.1 ના રોજ ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, ભરૂચ જિલ્લામાં અતી ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવાર અને શનિવારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં 7પ થી 100 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે.ે
હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજકોટ કલેકટર ડો.ઓમ પ્રકાશ, જામનગર કલેકટર પી.બી.પંડયા, ભાવનગર કલેકટર ડો.મનીષકુમાર બંસલ, દ્વારકા કલેકટર રાજેશ તન્ના, મોરબી કલઇેકટર સ્વપ્નીલ ખરે, ગીર સોમનાથ કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જુનાગઢ કલેકટર યોગેશ ચૌધરી દ્વારા જિલ્લાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી.
તમામ જિલ્લાના કલેકટરોએ જિલ્લામાં ઝીરો કોમ્યુઆલીટીના અભિગમ અનુસાર તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. નિચાણવાળા ગામો અને વિસ્તારોની યાદી તૈયાર કરી નગરજનોને સલામત સ્થળે ચાલ્યા જવાની અપીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને હેડ કવાર્ટર નહી છોડવા માટે સુચના આપવામાં આવી છે.
તો બવળી બીજી તરફ રાજકોટના શાપર ઔદ્યોગીક વિસ્તાર ભાવનગર, જામનગરમાં એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરાઇ છે. 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શકયતાના પગલે શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી જોખમી હોર્ડીંગ્સ અને સાઇન બોર્ડસ તાત્કાલીક ઉતારી લેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
વાવાઝોડાની આગાહીના પગલે તમામ જિલ્લામાં ચોવીસ કલાક કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. તેમજ આપાતકાલીન સ્થિતિ માટે ટોલ ફ્રી નં. 1077 પર સંપર્ક સાધવા નાગરીકોને અપીલ કરાઇ છે.
દ્વારકા જિલ્લાના ઈમરજન્સી નંબર જાહેર
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તા. 31 જુલાઈથી તા. 2 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. 02833-232125/232084 ટોલ ફ્રી નં. 1077, મો.નં. 7859923844, ખંભાળિયા તાલુકામાં 02833-234113 મો.નં. 7861984900, ભાણવડ તાલુકામાં 02896-232113, મો. નં. 8866315878, દ્વારકા તાલુકામાં 02892-234541, મો.નં. 7984574022, કલ્યાણપુર તાલુકામાં 02891-286227, મો.નં. 9979440580, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 02833-234731, મો.નં. 9512819998 ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
ભાવનગર-જામનગરમાં આજે-કાલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ
રાજ્યભરમાં તા. 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના અનુસંધાને જામનગર કલેક્ટર પી.બી. પંડ્યા તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ તથા ભાવનગર કલેક્ટર ડો. મનીષ બેસલ દ્વારા તા. 31 જુલાઈના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેડ અને નોન-ગાન્ટેડ પ્રા.શાળા બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે.
