દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

રાજકોટના ટ્રાન્સપોર્ટરે ડ્રાયવર-ક્લીનર સામે નોંધાવી ફરિયાદ
ઓફિસ પાસે ટ્રક ખાલી મળ્યો : ભક્તિનગર પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા અને છેલ્લા અઢી વર્ષથી ઢેબર રોડ ઉપર આવેલ શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટમા મેનેજર તરીકે નોકરી કરતા પૃથ્વીરાજસિંહ રેવતુભા જાડેજા ઉ.35એ રાજસ્થાનના ડ્રાયવર મનોહરસીંગ કરણસીંગ, ક્લીનર પ્રતાપસિંગ અને તપાસમાં જે ખુલે તેની સામે 2,37,33,134 રૂપિયાની છેતરપિંડી અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 31 તારીખે રાત્રે દિલ્લીની ઓફિસથી ટ્રક રજી નંબર છઉં-52-ૠઅ-4413માં આશરે 27 ટન જેટલો બ્રાસ સ્ક્રેપનો માલ લોડ થઇ અને રાજકોટ તરફ આવવા નિક્ળ્યાની સોફટવેરમા માહિતી અપલોડ થઈ હતી જે ટ્રકમા ડ્રાઇવર તરીકે મનોહરસિંગ તથા તેની સાથે કલીનરમાં પ્રતાપસિંગ હોવાનું જણાવ્યું હતું આ ટ્રકમાં લોડ થયેલ માલ પૈકી 2 ટન માલ રાજકોટની જુદી જુદી પાર્ટીનો હતો તથા બાકીનો અંદાજીત 25 ટન માલ જામનગરની જુદી જુદી પાર્ટીનો હતો જે માલ જામનગર પહોંચાડવાનો હતો બાદ ગત તારીખ 4ના રોજ હું મારી ઓફીસે હતો ત્યારે અમારી ડિલેવરી ઓફિસમા બેસતા નૈમીષભાઇ ખાંભલા દિલ્લીથી બ્રાસ સ્ક્રેપ ભરાયેલી ગાડીની બિલટી લઇ મારી પાસે આવેલ જેથી મે તેઓને રાજકોટની પાર્ટીનો 2 ટન માલ ટ્રાન્સપોર્ટએ ખાલી કરી જામનગર ખાતે મોકલવાનો માલ ગાડીમા રાખી રાત્રીના નો-એન્ટ્રી બાદ ગાડી રવાના કરવાની વાત કરી હતી રાજકોટનો માલ ખાલી કરી બાદમાં રાત્રે ટ્રક લઈને જવા કહ્યું હતું બીજા દિવસે સવારે ગાડીમાં એલાયન્સ મેટલનો માલ હોય જેથી હિતેનભાઇ સોનેટાનો માલ મળેલ ન હોવાની જાણ કરી હતી જેથી ગાડી બાબતે તપાસ કરતા ઉપરોક્ત ગાડી ખાલી હાલતમા જોવા મળી હતી જેથી ડ્રાઇવર તથા કલીનરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા બન્નેના મોબાઇલ બંઘ આવતા હતા જેથી દિલ્લીની ઓફિસએ આ બાબતે જાણ કરી હતી આ ગાડીના ડ્રાઇવર તથા કલીનરને જામનગર ખાતે જુદી જુદી પાર્ટીનો માલ અમારી ટ્રાન્સપોર્ટ ઓફિસે પહોચાડવાનો હતો તે પહોચાડેલ નહિ અને બારો બાર ગાડીમાથી બ્રાસ સ્ક્રેપનો માલ ખાલી કરી અથવા કરાવી નાખેલ હોય તેવી શંકાએ 2.37 કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

કઈ પાર્ટીનો કેટલો માલ હતો
અમન ટ્રેડર્સ દિલ્હી : 2100 કિલો : કિંમત 19,70,010
અમન ટ્રેડર્સ દિલ્હી : 2800 કિલો : કિંમત 26,26,680
સ્ટાર એન્ટરપ્રાઇઝ દિલ્લી : 2045 કિલો : કિંમત 19,45,815
વિષ્ણુ ટ્રેડર્સ દિલ્લી : 1800 કિલો : કિંમત 16,77,960
પી.પી એન્ટરપ્રાઇઝ દિલ્લી : 1960 કિલો : કિંમત 18,24,892
શ્રી રાઘે એન્ટરપ્રાઇઝ દિલ્લી : 1533.450 કિલો : કિંમત 14,47,577
આરક્યુબ ગ્રીન પ્રા.લી.દિલ્લી : 1486 કિલો : કિંમત 13,99,278
એમ.એસ. ટ્રેડર્સ દિલ્લી : 1955 કિલો : કિંમત 18,23,103
જામનગર છઢ ગઞઝછઈંઝઈંઘગ દિલ્લી : 1616 કિલો : કિંમત 14,99,885
ભારત ટ્રેડ્રીંગ દિલ્લી : 4189 કિલો : કિંમત 39,37,369
ગોયેલ એન્ટરપ્રાઇઝ દિલ્લી : 2082 કિલો : કિંમત 19,61,065
સાલાસાર બાલાજી ટ્રેડીંગ : 1975 કિલો : કિંમત 16,19,500
કુલ મુદામાલ : 25541.75 કિલોગ્રામ : કિંમત 2,37,33,134

રિલેટેડ ન્યૂઝ