ભારતીય વાયુસેનાના લીડર નુપુર જૈનની રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિ

જકખ ફાઇનાન્સિયલ સર્વિસીસના ઉપક્રમે રાજકોટ ખાતે પ્રથમ વખત પધારેલ રિટાયર્ડ ભારતીય વાયુસેનાના લીડર નુપુર જૈન,જેમણે ગત તારીખ 14 ના રોજ સવારે એનસીસીના કેડેટ્સ સાથે સંવાદ રામકૃષ્ણ આશ્રમ ખાતે કરેલ, અને ત્યાંથી પોતાના અંગત પ્રોગ્રામને પણ ગૌણ કરીને સમય કાઢીને, સુશ્રાવક સંજયભાઈ મહેતાની સાથે રૂષભદેવ સ્થા. જૈન સંઘ ખાતે ચાતુર્માસમાં પધારેલા બાલબ્રહ્મચારી ગુરુદેવ પૂજ્ય રાજેશ મુની મહારાજ સાહેબના દર્શન અને વંદન કરેલા, અને સત્સંગ પણ કરેલો અને ધર્મ અને જીવ દયા અંગે હિત શિક્ષા પણ મેળવી, પોતાની જાતને ગુરુદેવના દર્શન વંદન થી ધન્ય ગણાવી હતી અને સાંજે સંજયભાઈ મહેતા ના પરિવાર સાથે પ્રતિક્રમણ પણ કરીને વિદાય લીધી.
સવારે તેમની અજોડ રાષ્ટ્ર ભક્તિના અને ત્યારબાદ ઋષભદેવ સંઘની અંદર અને પાર્શ્વનાથ સંઘ ની અંદર બંને જગ્યાએ ગુરુ ભગવંતોના દર્શન અને સત્સંગ કરીને આ ફોજી હૃદયમાં પણ જે જૈન ધર્મ પરત્વે બહુમાન ભાવ રહેલો જોઈને સમગ્ર જૈન સમાજને નૂપુર જૈન પ્રત્યે તેમના દિલમાં ધર્મ પરત્વે આદર અને બહુમાન ધબકતા જોઈને સર્વને ગર્વની લાગણી થઈ હતી. એ વાત નોંધનીય છે કે તેમણે બાલાકોટ એર સ્ટ્રાઈક સમયે અગ્રીમ હરોળ પર રહીને પોતાની ટીમ સાથે રાષ્ટ્રનું અને સમગ્ર જૈન સમાજનું તેમજ નારી શક્તિનો ગૌરવ વધારેલ છે.

રિલેટેડ ન્યૂઝ