કલેકટર, મહેસુલ સચિવ, કૃષિ વિભાગને જવાબ આપવા એચ.સી.નો આદેશ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના વેલણ ગામમાં ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (ૠઇંઈક) કંપની દ્વારા ચલાવવામાં આવતા મીઠાના અગર સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ કાનૂની મોરચો માંડ્યો છે. કંપની દ્વારા લીઝની શરતોનો ઉલ્લંઘન કરી પાકા સુરક્ષા પાળા ન બનાવતાં ખેતરો અને કૂવાઓમાં ખારું પાણી ફરી વળ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે વેલણના અસરગ્રસ્ત ખેડૂતો અને જાહેર ટ્રસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (રિટ પિટિશન)
દાખલ કરી છે.
વેલણ ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો વતી હાઈકોર્ટમાં એડવોકેટ સિરાજ ગોરી અને આદિત્ય મિસ્ત્રી મારફતે આ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં મુખ્ય અરજદારો તરીકે મહેશભાઈ રણશીભાઈ સોલંકી, પરબતભાઈ જીવાભાઈ સોલંકી, જીતુભાઈ અરશીભાઈ વંશ, રામભાઈ ભગવાનભાઈ સોલંકી, વીર વચ્છરાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વેલણ (ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ રજિ. નં. ઋ/1514/ગીર સોમનાથ), જેમના વતી અધિકૃત પ્રતિનિધિ અને ઉપપ્રમુખ મનીષભાઈ લખમણભાઈ વાઘેલા જોડાયા છે.
સામાવાળા તરીકે મહેસૂલ વિભાગના સચિવ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર તથા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (ૠઇંઈક)ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. હાઇકોર્ટના જજ દ્વારા આ ત્રણેય પક્ષકારોને નોટિસ કાઢીને જવાબ દેવા આદેશ કરાયા છે
વિવાદની મૂળ વિગત એવી છે કે જી એચ સી એલ કંપનીને 38 વર્ષ પહેલા મીઠું પકવવા માટે લીઝ ઉપર આપવામાં આવેલ જમીન લીઝ કરાર અને શરતોનો ભંગ કર્યો છે અરજીમાં જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1986-87માં વેલણ અને કોબ સીમની સરકારી જમીન ૠઇંઈક કંપનીને મીઠાના ઉત્પાદન માટે 20 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી. જમીન ફાળવણી વખતે મહેસૂલ વિભાગે ચોક્કસ શરતો રાખી હતી, જેમાં:
શરત નં. 8 મુજબ નજીકની ખેતીલાયક જમીનો અને કૂવાઓને કોઈ વિપરીત અસર ન થાય તે રીતે મીઠાનું ઉત્પાદન કરવાનું હતું. શરત નં. 11 મુજબ ખેતીની જમીન અને સોલ્ટ વર્ક્સ વચ્ચે 500 ફૂટની બફર સ્ટ્રીપ છોડવાની હતી, 6 ફૂટ ઊંડી અને 2 ફૂટ પહોળી ટ્રેપેઝોઇડલ ટ્રેન્ચ (ખાઈ) બનાવવાની હતી અને સિમેન્ટ પ્લાસ્ટરવાળો પાકો રક્ષણાત્મક પાળો બનાવવાનો હતો. પરંતુ વર્ષ 2003-04થી જ કંપની દ્વારા શરતોનું પાલન ન થતાં ખારું પાણી ગૌચર અને ખેતીની જમીનમાં ઘૂસી ગયું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના આધારે તત્કાલીન જૂનાગઢ કલેક્ટરે 09.09.2005ના રોજ કંપનીની લીઝ રદ્દ કરી જમીન સરકાર હસ્તક જપ્ત કરવાનો હુકમ કર્યો હતો.
કલેક્ટરના હુકમ સામે કંપની હાઈકોર્ટમાં જતાં (જઈઅ 19511/2005), હાઈકોર્ટે તજજ્ઞોની સમિતિ રચી હતી. સમિતિના અહેવાલ બાદ હાઈકોર્ટે તા. 26.07.2006ના આદેશમાં સ્પષ્ટ નોંધ્યું હતું કે કંપનીની બેદરકારીને કારણે આસપાસના કૂવાઓમાં ખારાશ વધી છે. જેથી હાઈકોર્ટે કૂવાના પાણીની ગુણવત્તા સુધારવા માટે કંપનીને ખેતી નજીકના મીઠાના ક્યારામાં ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાદમાં કઙઅમાં સુનાવણીની તક આપવા ખાતર મામલો ફરી કલેક્ટર સમક્ષ મોકલાયો હતો રક્ષણાત્મક પાળાનું કામ પણ પૂરું કર્યું નહોતું. આ વિસ્તારના ભૂગર્ભજળના સામે આવ્યું હતું.
ખેડૂતો દ્વારા 2023 અને 2024 દરમિયાન કરાયેલી રજૂઆતો બાદ વિવિધ સરકારી તંત્રો દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીનો રિપોર્ટ મુજબ વેલણના સ્થાનિક ખેડૂતોના ખેતરોની માટીના નમૂના લેબોરેટરીમાં તપાસતાં તેમાં હાનિકારક ક્ષાર અને ઊંચી આલ્કલાઇનિટી નોંધાઈ હતી, જે પાકના ઉત્પાદન માટે અત્યંત ઘાતક હોવાનું જણાવ્યું હતું.
ૠઙઈઇનો પાણી પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું જેના રિપોર્ટ મુજબ ૠઙઈઇ દ્વારા ખેડૂતના કૂવાના પાણીની ચકાસણી કરાતાં ઝઉજ 8,212 ળલ/ક અને ક્લોરાઇડ 4,599 ળલ/ક મળ્યા હતા. જ્યારે સીપેજ પ્રિવેન્શન કેનાલના પાણીમાં ઝઉજ 93,780 ળલ/ક અને ક્લોરાઇડ 73,978 ળલ/ક મળ્યા હતા, જે સામાન્ય દરિયાઈ પાણી કરતાં પણ વધુ ખારા છે. આ પાણી સિંચાઈ કે પીવા માટે સંપૂર્ણ અયોગ્ય ઠર્યું છે.
વેલણ ગામના લોકોની લડત દરમિયાન મામલતદાર અને પ્રાંત અધિકારીનું પંચરોજકામ પણ કરવામાં આવ્યું હતું સરકારી અધિકારીઓની સ્થળ તપાસમાં જણાયું હતું કે મીઠાના સંગ્રહ ફરતે પાળા તૂટેલા છે, પથ્થરનું પિચિંગ નથી, બફર ઝોન જળવાયો નથી અને ખારું પાણી ખુલ્લી સરકારી જમીન તથા ખેતરો તરફ વહી રહ્યું છે.
આ તમામ પુરાવાઓ બાદ ગીર સોમનાથ કલેક્ટરે 15.07.2024ના રોજ કંપની સામે 11 ગંભીર મુદ્દાઓ દર્શાવી જમીન મહેસૂલ કાયદાની કલમ 79-એ હેઠળ શરતભંગની કારણદર્શક નોટિસ પાઠવી હતી. પરંતુ તા. 05.04.2025ના રોજ જિલ્લા કલેક્ટરે કંપનીના લેખિત ખુલાસાને ગ્રાહ્ય રાખી આ કારણદર્શક નોટિસ ફાઇલ/દફતરે કરી દીધી હતી. અરજદારોએ હાઈકોર્ટમાં દલીલ કરી છે કે જે ખેડૂતોની ફરિયાદ અને સરકારી નુકસાનીના પુરાવાઓ પરથી કાર્યવાહી શરૂ થઈ હતી, તે મૂળ ફરિયાદી ખેડૂતોને સાંભળ્યા વિના જ કલેક્ટરે એકતરફી રીતે કંપનીની તરફેણ કરતો હુકમ કર્યો છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ખુલ્લું ઉલ્લંઘન છે.
હાઈકોર્ટ સમક્ષ ખેડૂતોની મુખ્ય અરજદારોએ હાઈકોર્ટ સમક્ષ દાદ માંગી છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા તા. 05.04.2025ના રોજ શો-કોઝ નોટિસ રદ્દ/ફાઇલ કરવાનો કરાયેલો હુકમ ગેરકાયદે ઠેરવી રદ્દ (ચીફતવ) કરવામાં આવે. શો-કોઝ નોટિસ પુન:જીવિત કરી, વેલણના અસરગ્રસ્ત ખેડૂતોને રૂબરૂ સાંભળીને કાયદેસરનો નવો આદેશ કરવાનો કલેક્ટરને આદેશ આપવામાં આવે.
જમીન અને ભૂગર્ભ જળમાં ફેલાયેલી ખારાશ તથા પર્યાવરણીય નુકસાનના સાચા મૂલ્યાંકન માટે ૠઙઈઇ, મહેસૂલ વિભાગ અને સ્વતંત્ર જમીન-જળ સંરક્ષણ નિષ્ણાતોની સંયુક્ત તપાસ સમિતિની રચના કરવામાં આવે. જ્યાં સુધી આ અરજીનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી કંપની દ્વારા આસપાસના ખેતરો, કૂવા કે સરકારી જમીનમાં ખારું પાણી કે બીટર્ન ન છોડાય તે માટે વચગાળાનો મનાઈ હુકમ (જફિું) આપવામાં આવે. હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ ડી.એમ. દેસાઈ એ સમગ્ર હકીકતની ગંભીર નોંધ લઈને ગીર સોમનાથ જિલ્લા કલેકટર, મહેસુલ વિભાગ સહિતના ને નોટિસ કાઢીને ગેસની વધુ સુનાવણી આગામી તારીખ 26 નવેમ્બર ના રોજ રાખવામાં આવી છે.
કંપનીએ ફળદ્રુપ જમીનને બંજર બનાવી
સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ક્ષારના પ્રવેશ ને આગળ વધતો અટકાવવા માટે આશરે 50 વર્ષ પહેલા કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે પાંચ પીપળવા બંધારો, વેલણ ગામે સોડમ બંધારો, મૂળદ્વારકા ગામે બલરામ ભરતી નિયંત્રણ, બરડા ગામે બરડા બંધારો તે સમયે કરોડો રૂપિયાના ખર્ચે બંધ બાંધવામાં આવ્યા હતા અને ચોમાસાનું મીઠું પાણી દરિયામાં વહી જતું અટકાવીને દરિયામાંથી ક્ષારને આગળ વધતો અટકાવવામાં સફળતા મેળવી હતી દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં ક્ષાર આગળ વધતો અટક્યો હતો અને ખેડૂતોને ખેતી પાકમાં ખૂબ જ ફાયદો થયો હતો દરિયાકાંઠાના ગામોમાં કુવાના પાણી મીઠા બન્યા હતા પરંતુ ત્યાર પછી ઉદ્યોગીક વિકાસની લહાઈમાં જીએચસીએલ જેવી મીઠું પકાવતી કંપનીને દરિયાકાંઠા વિસ્તારની આસપાસની સેકડો હેક્ટર જમીન લીઝ ઉપર આપી દેવામાં આવી હતી પરિણામે દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં ફરીથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતાં મીઠું પકવતા ઉદ્યોગોને કેટલીક જમીન લીઝ માંથી રદ કરીને બાકીની જમીનમાં કેટલીક શરતોને આધીન લીઝ ચાલુ રાખી હતી પરંતુ કંપનીઓ દ્વારા લોકોના ભોગે શરતોનું પાલન નહીં કરીને આ વિસ્તારની ફળદ્રુપ જમીન ફરીથી બંજર બનાવવાનું કામ કર્યું હતું.
